સાસણમાં  સનસેટ પોઈન્ટ

પ્રવાસન વિભાગ દ્વારા સાસણ પાસે સનસેટ પોઇન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ સનસેટ પોઈન્ટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

અહીં બાળકો માટે રાઈડ્સ, લપસણી, હીંચકા જેવા રમત-ગમતના સાધનો પણ રાખવામાં આવ્યા છે.

તો સાથોસાથ ગીત-સંગીતની મહેફિલનું આયોજન કરવા માટે એમ્પીથીએટર પણ આવેલું છે.

સનસેટની યાદને તાજી રાખવા માટે અહીં એક સેલ્ફી પોઈન્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

આ સેલ્ફી પોઈન્ટ પર ઊભા રહીને સહેલાણીઓ મનોહર નજારો જોઈ શકે છે.

અહીં સહેલાણીઓના જમવા માટે રેસ્ટોરન્ટની વ્યવસ્થા પણ છે.

આ ઉપરાંત આરામ કરવા માટે અહીં રેસ્ટ રૂમ પણ ઉપલ્બ્ધ છે. 

જોકે સનસેટ પોઇન્ટમાં પ્રવેશ માટે હજુ સુધી ટિકિટ દર નક્કી કરવામાં આવ્યો નથી.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો