નવી અપડેટઃ

8 નવેમ્બર, 2016નો દિવસ તો યાદગાર જ હશે. રાત્રે 8 વાગ્યે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત થતા જ દેશભરમાં ઈમરજન્સી જેવી સ્થિતિ થઈ ગઈ હતી.

 લગભગ 7 વર્ષ બાદ રિઝર્વ બેંક એકવાર ફરીથી જાહેરાત કરી અને આ વખતે 2000 રૂપિયાની નોટ બંધ કરી દીધી હતી. 

હવે સાંભળવામાં આવી રહ્યું છે કે, 1000 રૂપિયાની નોટ ફરીથી પાછી આવી રહી છે. જ્યારે આ મામલો સોશિયલ મીડિયા પર ઉછળ્યો ત્યારે રિઝર્વ બેંકે પોતે આગળ આવીને બધુ જણાવ્યું.

2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કરવા માટે રિઝર્વ બેંકે 30 સપ્ટેમ્બર, 2023 સુધીનો સમય આપ્યો હતો. નક્કી ડેડલાઈન સુધી 87 ટકા કરન્સી બેંકોમાં પરત આવી ચૂકી છે.

MORE  NEWS...

પાડોશી દેશ માત્ર 80 પૈસામાં બનાવે છે, તે શર્ટ તમે 2000 રૂપિયામાં ખરીદો છો

ઘર ખર્ચ માટે રૂપિયા જોઈતા હોય તો આ FD કરાવો, મહિને-મહિને ખિસ્સામાં આવતી જશે મોટી રકમ

લિસ્ટિંગ પર ધમાકો બોલાવી દેશે આ IPO, 80ની પાર પહોંચ્યો GMP; કમાણી કરવી હોય તો લગાવો રૂપિયા

હજુ પણ લગભગ 10 હજાર કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટ માર્કેટમાં છે. જો કે, હવે તેની વેલિડિટી સમાપ્ત થઈ ગઈ છે.

જેની પાસે 2000 રૂપિયાની નોટ છે, તેને ટ્રાન્ઝેક્શનમાં ઉપયોગમાં નહીં લઈ શકાય.

સોશિયલ મીડિયા પર 1000 રૂપિયાની નોટની વાપસીને લઈને તમામ યૂઝર્સે અંદાજ લગાવ્યો છે. 

ઘણા લોકોએ તો દાવો કર્યા કે, 2000ની નોટ થવાના થોડા જ સમય બાદ 1000 રૂપિયાની નોટ કરન્સીમાં આવવાની છે.

રિઝર્વ બેંકે સ્પષ્ટ કરી દીધું છે કે, અર્થવ્યવસ્થામાં રોકડની જેટલી જરૂર છે, તેટલી 500 રૂપિયાની પર્યાપ્ત નોટો સર્ક્યુલેશનમાં છે.

ડિજિટલ ટ્રાન્ઝેક્શન પણ ઝડપથી વધી રહ્યું છે, તો કેશની એટલી જરૂરત નહીં રહે. હાલ સિસ્ટમમાં તેટલો કેશ ફ્લો છે, જેટલી જરૂર છે.  

જેની પાસે હાલમાં રૂ. 2000ની નોટ છે તેઓ રિઝર્વ બેન્કની પ્રાદેશિક કચેરીમાં જઈને બદલી શકે છે. આરબીઆઈની દેશભરમાં 19 પ્રાદેશિક કચેરીઓ છે.

MORE  NEWS...

6 મહિના જેલમાં જવું હોય તો જ રેલવેમાં લઈ જજો આ સામાન

Tata ગ્રુપની 6 કંપનીઓ થઈ જશે નાબૂદ, મળી ગઈ મંજૂરી; રોકાણકારોએ શું કરવું?

નોકરીથી છૂટકારો મેળવવો હોય તો ખરીદી લો 10,000 રૂપિયાનું આ મશીન

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.