આ ધંધામાં ફટાફટ થઈ જશે કમાણી.

આ ધંધામાં ફટાફટ થઈ જશે કમાણી.

તગડી કમાણી કરવી હોય તો બિઝનેસને જ એક શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.

તેવામાં તમારા માટે એક શાનદાર બિઝનેસ આઇડિયા લઈ આવ્યા છીએ જેમાં ધોમ કમાણી છે.

આમાં તમારે ફક્ત 4-5 કલાક જેટલો જ સમય આપવો પડશે. અમે વાત કરી રહ્યા છે સૂપ બનાવવાના બિઝનેસ વિશે.

શિયાળાની ઋતુ આવી રહી છે ત્યારે લોકો સૂપને વધુ પસંદ કરે છે

કુકિંગનો શોખ હોય તો એક યુનિક નામ સાથે તમે સૂપ માટેની દુકાન ખોલી શકો છો.

જ્યાં ભીડ હોય તેવી જગ્યાએ આ શોપ ખોલવી જોઈએ. આવી શોપનું ભાડું વધારે હોઈ શકે છે પરંતુ કમાણી પણ વધુ થાય છે.

સૂપના બિઝનેસ માટે લોકોના ટેસ્ટનું પણ ધ્યાન રાખવું જોઈએ. એ ધ્યાન આપો કે લોકો કેવો ટેસ્ટ પસંદ કરે છે.

આ ઉપરાંત ખર્ચ અને કમાણીનું ગણિત પણ બરાબર રીતે સમજી લેવું જોઈએ. શરુઆતમાં તમે કમાણીનું માર્જિન ઓછું રાખી શકો છો.

આરોગ્યની દ્રષ્ટીએ પણ સૂપ ખૂબ જ ફાયદાકારક હોવાથી આ બાબત તમને બિઝનેસ વધારવામાં મદદરુપ થઈ શકે છે.

બજારમાં ઘણા પેકેટ સૂપ મળે છે જોકે આરોગ્યની દ્રષ્ટીએ તેમાં કોઈ ન્યૂટ્રિશન હોતાં નથી.

બિઝનેસનું ગણિત સમજીએ, જો એક સૂપ તૈયાર કરવામાં તમને 10-15 રુપિયા ખર્ચ આવે છે તો તમે તેને 40-45 રુપિયામાં વેચી શકો છો.

આ રીતે આ બિઝનેસમાં તમારાં ખર્ચની સામે કમાણી લગભગ ડબલથી પણ વધારે છે.