આ કીડો તમને બનાવી દેશે ‘ધનકુબેર’, ઘરની  આસપાસ દેખાય તો...

આજે આપણે એક એવા કીડા વિશે વાત કરીશું, જેની કિંમત તેના મર્યા બાદ વધી જાય છે. આ 'કીડા' ખરીદવા માટે ખરીદદારો લાખો રૂપિયા લઈને લાઈનમાં ઉભા રહે છે.

આ કીડા બધે દેખાતા નથી, પરંતુ જ્યાં પણ દેખાય છે ત્યાંના લોકો ધનવાન બની જાય છે. આ કીડા 'પિલ્લૂ' તરીકે ઓળખાય છે. 

નવાઈની વાત એ છે કે લોકો તેને ખરીદ્યા પછી મારી નાંખે છે અને મૃત્યુ પછી આ કીડા અધિક મૂલ્યવાન બની જાય છે.

આ કીડાના ફાયદા જાણીને તમે આશ્ચર્ય પામી જશો, કારણ કે તમારે જન્મથી મૃત્યુ સુધી અને લગ્ન અને તહેવારો દરમિયાન આ કીડામાંથી બનાવેલી વસ્તુઓની જરૂર પડે છે.

અહીં અમે વાત કી રહ્યા છીએ રેશમના કપડાની, જે કીડામાંથી બને છે. જેને સામાન્ય માણસથી લઈને ઉચ્ચ વર્ગના દરેક લોકો પહેરે છે.

આમ તો રેશમની શરૂઆત ચીનમાં થઇ હતી, પરંતુ ભારતે આ ક્ષેત્રમાં અલગ જ નામના મેળવી છે. 

ભારતમાં મલબરી જાતના રેશમનું સૌથી વધુ ઉત્પાદન થાય છે, જ્યારે શેતૂર રેશમના કીડાને સૌથી વધુ ઉછેરવામાં આવે છે.

રેશમ કીટ એક કીડો છે, જેમાંથી રેશમ બને છે. બામ્બીક્સ વંશના લારવાથી સોલ્ક બને છે. જે આર્થિક રીતે લાભદાયી છે અને તેની કિંમત લાખોમાં હોય છે. 

ચીનમાં છેલ્લા 5000 વર્ષોથી રેશમનું ઉત્પાદન થતું આવ્યું છે. રેશમના કીડા એકલિંગી હોય છે, એટલે કે તેઓ નર અને માદા એમ અલગ-અલગ હોય છે. જે શેતૂરના પાનાં ખાય છે, જેથી તેને શેતૂરના કીડા પણ કહેવાય છે.

આ કીડા માત્ર ચાર દિવસ સુધી જ જીવિત રહે છે. પરંતુ આ ચાર જ દિવસમાં આ કીડા 300થી 400 ઈંડા આપે છે. ત્યારબાદ 10 દિવસો બાદ દરેક ઇંડામાંથી એક કીડો નીકળે છે. 

 ત્યારપછી 8 દિવસો સુધી આ કીડા તારણ પ્રોટીન કાઢે છે, જે હવાના સંપર્કમાં આવતાં જ કડક દોરા જેવું બની જાય છે. ત્યારબાદ ડોરા બોલનો આકાર લઇ લે છે, જેને કોકૂન કહેવામાં આવે છે. 

કોકૂનને ગરમ પાણીમાં નાંખીને રેશમ તૈયાર કરવામાં આવે છે. એક કોકુનમાંથી 1300 મીટર જેટલો રેશમી દોરો નીકળે છે. જણાવી દઈએ કે ભારતમાં લગભગ 60 લાખ જેટલા લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે.