1,999 રૂપિયામાં પ્લેનમાં ફરવાનો મોકો, દિગ્ગજ એરલાઈન કંપની લાવી ખાસ ઓફર

જો તમે હરવા-ફરવાના શોખીન હોવ કે પછી તહેવારોમાં પરિવારને મળવા કોઈ બીજા રાજ્યમાં જવા માંગો છો, તો તમારે ટિકિટની ચિંતા કરવાની જરૂરત નથી.

 હવે ટ્રેનની ટિકિટના ભાવમાં જ તમને વિમાનની ટિકિટ મળી રહી છે.

દેશની સૌથી મોટી એરલાઈન કંપની વિસ્તાર ફેસ્ટિવ ઓફર હેઠળ સસ્તી ફ્લાઈટ ટિકિટ પ્રદાન કરી રહી છે. આ સેલમાં તમને માત્ર 1,999 રૂપિયામાં વિમાનની ટિકિટ મળી રહી છે.

MORE  NEWS...

આ કંપનીએ 1 શેરના બદલામાં 4 બોનસ શેર આપવાની કરી જાહેરાત, દિવાળી પહેલા રેકોર્ડ ડેટ

આ ભાઈએ તો કંઈક અલગ જ વિચાર્યું! ગાય-ભેંસની જગ્યાએ વીંછી પાળીને 28 વર્ષની ઉંમરે બની ગયો કરોડપતિ

રોકેટની સ્પીડથી તૈયાર થઈ જાય છે આ પાક, ખેતી કરો તો 15થી 20 દિવસમાં જ 30,000 રૂપિયા છાપી મારશો

તમે આ ઓફર હેઠળ 7 નવેમ્બર એટલે કે આજની રાત 12 વાગ્યાથી 9 નવેમ્બરની રાત 23.59 વાગ્યા સુધી ટિકિટ બુક કરાવી શકો છો.

તમારે ઈકોનોમી માટે 1,999 રૂપિયા, પ્રીમિયમ ઈકોનોમી માટે 2,799 રૂપિયા અને બિઝનેસ ક્લાસ માટે માત્ર 10,999 રૂપિયાની ચૂકવણી કરવી પડશે.

ટિકિટ બુક કરવા માટે, તમે કોઈપણ સ્માર્ટફોન, વિસ્તારાની ટિકિટ ઓફિસ, એરલાઈન કોલ સેન્ટર, ઓનલાઈન ટ્રાવેલ એજન્સીઓ અને ટ્રાવેલ એજન્ટ્સ પર વિસ્તારાની એપની મદદ લઈ શકો છો.

 આ ઉપરાંત ભાડા પર ડાયરેક્ટ ચેનલ છૂટ અને કોર્પોરેટ છૂટ લાગૂ પડતી નથી. વેચાણ માટે સીટો પણ લિમિટેડ જ છે. એટલા માટે સીટો વહેલા તે પહેલા આપવામાં આવશે.

કંપનીના ચીખ કોમર્શિયલ ઓફિસર દીપક રાજાવાતે તેની પુષ્ટી કરતા કહ્યું કે, તેમણે સ્પેશિયલ વેચાણની સાથે ફેસ્ટિવલની શરૂઆત કરવામાં ખુશી થઈ રહી છે. 

રાજાવતના જણાવ્યા અનુસાર, તેમને વિશ્વાસ છે કે મુસાફરો તેમની પસંદગીની એરલાઇન તરીકે વિસ્તારાને પસંદ કરવાનું ચાલુ રાખશે. 

MORE  NEWS...

બિઝનેસ તો આવો જ કરાય! મંદીનું નામ-નિશાન નહીં; આવતી દિવાળી સુધી તો લાખોના માલિક બની જશો

ભારત કરતા દુબઈથી સોનું ખરીદો તો કેટલા રૂપિયા બચે? જો તમારે ટેક્સ ફ્રી સોનું લાવવું હોય તો જાણી લેજો આ નિયમ

એક્સપર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ! હવે ભાગશે આ ડિફેન્સ સ્ટોક; સડસડાટ 3,000ની પાર જઈને જ વાગશે બ્રેક

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.