દિવાળી પર કરો અપરાજિતાના આ ઉપાય, આવશે ધન

હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનું ખુબ મહત્વ હોય છે. માનવામાં આવે છે કે આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ધન પ્રાપ્તિ થાય છે.

એવામાં આજે અમે તમને અપરાજિતાના કેટલાક ઉપાય જણાવી રહ્યા છે, જેને દિવાળીના દિવસે કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

દિવાળી પર રાતે અપરાજિતાના 3 ફૂલ લઈ દેવી લક્ષ્મીને અર્પિત કરો. ત્યાર બાદ બીજા દિવસે આ ફૂલને તિજોરીમાં રાખી લો.

MORE  NEWS...

આજે ધનતેરસ પર વર્ષો બાદ દુર્લભ સંયોગ, આ રાશિઓની ધનકુબેર ભરી દેશે તિજોરી

30 વર્ષ બાદ પોતાની રાશિમાં શનિ થયા માર્ગી, 6 રાશિઓ થશે માલામાલ

લક્ષ્મી પર અર્પિત કરવામાં આવેલા આ ફૂલને લાલ કપડાંમાં બાંધી તિજોરીમાં રાખો. આવું કરવાથી ધનની કમી દૂર થાય છે સાથે જ તિજોરી પૈસાથી ભરેલી રહે છે.

આ ફૂલને તિજોરીમાં એક વર્ષ સુધી રાખો, પછી બીજી દિવાળી પર આ ઉપાય કરી કરો.

માતા લક્ષ્મીના ચરણોમાં અર્પિત કરેલા આ ફૂલોને તમે તિજોરી સાથે પોતાના પર્સમાં પણ રાખી શકો છો. આ ફૂલને લાલ કપડાંમાં લપેટી પર્સમાં રાખો.

દિવાળીના દિવસે અપરાજિતાના 5 ફૂલ લક્ષ્મીજીના ચરણોમાં અર્પિત કરી બીજા દિવસે નદીમાં પ્રવાહિત કરી દો. તેમજ ઘરે આવતી સમયે લક્ષ્મીજીનુ ધ્યાન કરો.

અપરાજિતાના આ ઉપાયથી ખર્ચ ઓછા થશે. સાથે જ ભવિષ્યમાં આવનારી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થશે.

દિવાળીના દિવસે ગણેશજીને અપરાજિતાનું ફૂલ અર્પિત કરી સાચવીને રાખી લો. આનાથી નોકરી અથવા નોકરીમાં પ્રમોશનના યોગ બને છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)

MORE  NEWS...

આજે ધનતેરસ પર વર્ષો બાદ દુર્લભ સંયોગ, આ રાશિઓની ધનકુબેર ભરી દેશે તિજોરી

30 વર્ષ બાદ પોતાની રાશિમાં શનિ થયા માર્ગી, 6 રાશિઓ થશે માલામાલ