ઠંડી અને પ્રદૂષણથી બચાવશે રસોડાનો આ મસાલો

ઠંડી અને પ્રદૂષણથી બચાવશે રસોડાનો આ મસાલો

શિયાળાએ દસ્તક આપતાં જ વાયુ પ્રદૂષણે પણ કહેર વરતાવાનું શરૂ કરી દીધું છે. પાછલા ઘણા દિવસોથી દેશના કેટલાંક હિસ્સાઓમાં વાયુ પ્રદૂષણ વધ્યું છે. 

આજે અમે તમને એક એવા સુપરફૂડ વિશે જણાવી રહ્યાં છીએ, જે વાયુ પ્રદૂષણ અને ઠંડી બંનેથી રાહત અપવવામાં લાભકારક માનવામાં આવે છે.

આ સુપરફૂડનું નામ છે અજમો. તેમાં પ્રોટીન, ફેટ, ફાઇબર, કેલ્શિયમ, આયરમ અને એન્ટીમાઇક્રોબિયલ જેવા પોષક તત્વ હોય છે. 

MORE  NEWS...

બધાં ડ્રાય ફ્રૂટ્સનો બાપ છે આ નાનકડાં નટ્સ, કાજુ-બદામ કરતાં પણ વધુ તાકાત આપશે

Health: પેટમાં જતાં જ ગંદા કોલેસ્ટ્રોલનું કામ તમામ કરી નાંખશો આ ખાસ ચોખા

આ તમામ પોષક તત્વો શિયાળામાં ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત અપાવવામાં કારગર સાબિત થઇ શકે છે.

જો તમને પ્રદૂષણના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે તો અજમાને ડાયેટમાં સામેલ કરો.

પાચન સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો અજમાને ડાયેટમાં સામેલ કરો. કબજિયાત, એસિડિટી વગેરે સમસ્યાઓથી રાહત મળશે.

અજમાની તાસીર ગરમ હોય છે. તેવામાં કોઇને શરદી-ખાંસીની સમસ્યા છે તો તેનું સેવન કરવાથી આરામ મળી શકે છે.

અસ્થમા અને ઉધરસની સમસ્યા પ્રદૂષણના કારણે વધી શકે છે. તેનાથી રાહત મેળવવા માટે પણ અજમાનું સેવન કરી શકો છો.

જો કોઇને રાતે ઠંડી લાગી ગઇ હોય અને તાવ ચડ્યો હોય તો અજમાનું સેવન કરવું કારગર સાબિત થઇ શકે છે.

MORE  NEWS...

કમર સુધી લાંબા થશે વાળ, નાળિયેર તેલમાં આ ઔષધિ મિક્સ કરીને લગાવો

એક દાડમ છે ગુણોનું પાવરહાઉસ, દૂર કરે છે કેન્સર સહીત 7 બીમારીઓ

માથા પર ટાલ દેખાય છે? એલોવેરામાં આ વસ્તુ મિક્સ કરીને લગાવો, તરત દેખાશે અસર