પોસ્ટ ઓફિસની સ્કીમમાં બદલાઈ ગયા નિયમ! તમને ફાયદો થયો કે નુકસાન?

પોસ્ટ ઓફિસની એક સેવિંગ સ્કીમના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સ્કીમ નાની બચત કરનારા લોકો માટે બહુ જ કામની છે. 

પોસ્ટ ઓફિસની સીનિયર સીટિઝન સેવિંગ સ્કીમમાં સમય પહેલા રૂપિયા નીકાળવા માટેના નિયમો બદલાઈ ગયા છે. નવા નિયમ 7 નવેમ્બરથી લાગૂ પણ થઈ ગયા છે. 

નવા નિયમ પ્રમાણે, જો સીનિયર સીટિઝન સેવિંગ સ્કીમના ખાતાને 6 મહિના પછી કે 1 વર્ષ પહેલા બંધ કરવામાં આવે છે, તો તમારી જમા રકમના 1 ટકા સુધી કપાઈ જશે. 

MORE  NEWS...

83માં તોફાન બનીને વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવ પાસે કેટલી સંપત્તિ? મોટાભાગના લોકોને નથી ખબર

ટાટા મોટર્સના શેરધારકોને જલસાં, Tata Techના IPOમાં મળશે સીધો મોટો ફાયદો

250 રૂપિયાની મૂડીમાં ઊભો કરી દીધો કરોડોનો કારોબાર, આજે વિદેશોમાં પણ સેવા આપે છે આ વ્યક્તિની કંપની

આ પહેલા સુધી જો તમે તમારું ખાતુ એક વર્ષ પહેલા બંધ કરતા હતા. ત્યારે તમારી જમા પર મળેવું વ્યાજ પોસ્ટ ઓફિસ દ્વારા પરત લઈ લેવામાં આવતું હતું. બાકીની જમા રકમ તમને આપવામાં આવતી હતી. 

પોસ્ટ ઓફિસની આ યોજનામાં 6 મહિના પહેલા ઉપાડની પરવાનગી નથી. આ સ્કીમ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોની સેવિંગ જરૂરિયાતોને પૂરી કરે છે. 

તમે જુદા-જુદા ટેન્યોર માટે પોસ્ટ ઓફિસની સીનિયર સીટિઝન સેવિંગમાં ખાતું ખોલાવી શકો છો. આ સ્કીમમાં મહત્તમ રોકાણ પીરિયડ 5 વર્ષ છે. 

MORE  NEWS...

શેરબજારમાંથી D-list થઈ જશે આ IT કંપની, ફ્લોર પ્રાઈસની કરી દીધી જાહેરાત

એક ઝાટકે 21%નું રિટર્ન આપશે ટાટાની કંપની, ગેરેન્ટી સાથે 10 જ દિવસમાં 1 શેર પર 700 રૂપિયાની કમાણી

NPCIએ લીધો મોટો નિર્ણય, 1 જાન્યુઆરીથી આ લોકો નહીં કરી શકે UPI પેમેન્ટ સેવાનો ઉપયોગ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.