કેનેડા જવાનું નક્કી થાય એટલે ક્યારે જવું તે સવાલ સૌથી મોટો હોય છે.

કેનેડામાં સૌથી વધુ પરદેશી વિદ્યાર્થીઓનો ધસારો રહેતો હોય છે. જેમાં એશિયાના વિદ્યાર્થીઓ વધુ હોય છે. 

ત્યાંની યુનિવર્સિટીઓમાં અલગ-અલગ ત્રણ ઈન્ટેક્સમાં એડમિશન મળે છે. 

સૌથી પ્રચલિત સપ્ટેમ્બર કે ફોલ ઈન્ટેક છે, જેમાં એડમિશનનો ધસારો વધુ હોય છે. 

આ પછી બીજા નંબરે જાન્યુઆરી કે વિન્ટર ઈન્ટેક અને ત્રીજા નંબરે મે કે સમર ઈન્ટેક છે. 

MORE  NEWS...

બે ઉમેદવારોને એક સરખા મત મળે તો શું થાય?

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

SBIમાં નોકરીની સારી તક ગુજરાતી આવડવું જરુરી છે. 

ફોલ ઈન્ટેક કે જે સપ્ટેમ્બરમાં આવે છે તેના માટે પ્રવેશ પ્રક્રિયા ડિસેમ્બરથી માર્ચ દરમિયાન થાય છે. 

જાન્યુઆરીમાં આવતા વિન્ટર ઈન્ટેકની પ્રક્રિયા સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન થાય છે. 

જ્યારે મે કે સમર ઈન્ટેક માટેની પ્રવેશ પ્રક્રિયા જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન થતી હોય છે. 

અગાઉ જે સ્થિતિ ઉભી થઈ હતી તેના કારણે જાન્યુઆરી ઈન્ટેકને અંગે વિદ્યાર્થીઓ ચિંતિત હતા. 

હવે જેઓ ડિસેમ્બરમાં કેનેડા જવાના છે તેમની પાસેથી તેમના મિત્રો તથા સગા વિવિધ માહિતી મેળવી રહ્યા છે. 

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

કેનેડામાં ભણતા લાડલા-લાડલીને મળવા જવું હોય તો..

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ