રાજકોટની કંપનીએ લોન્ચ કર્યો IPO, 70 રૂપિયા પ્રાઈસ બેન્ડ

એગ્રીકલ્ચર કમોડિટીની સપ્લાયર શીતલ યૂનિવર્સલ લિમિટેડનો IPO 4 ડિસેમ્બર એટલે કે આજથી દાવ લગાવવા માટે ઓપન થઈ ગયો છે.

આ એક SME IPO છે. જેમાં 70 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. રોકાણકારો આ ઈશ્યૂમાં 6 ડિસેમ્બર સુધી રૂપિયા લગાવી શકશે.

વર્ષ 2015માં શરૂ થયેલી કંપની શીતલ યૂનિવર્સલ રાજકોટની કંપની છે. જે સીંગતેલ, તલ, મસાલા અને અનાજ જેવા કૃષિ પ્રોડક્ટ્સની સોર્સિંગ, પ્રોસેસિંગ અને સપ્લાય કરે છે.

MORE  NEWS...

15 દિવસમાં કમાણી કરાવવાનો દમ રાખે છે આ 2 શેર, એક્સપર્ટે કહ્યું- વિચાર્યા વગર જલ્દીથી રોકાણ કરી દો

Paytmનો ઉપયોગ કરતા લોકો માટે ખુશખબરી, હવે એપ્લિકેશનમાં મળશે આ જોરદાર સુવિધા

જાન્યુઆરી 2024થી વધી જશે ટાટાની કારોના ભાવ, સમય વ્યર્થ કર્યા વિના ડિસેમ્બર સુધીમાં ખરીદી લેજો

કંપનીના આઈપીઓની સાઈઝ 23.80 કરોડ રૂપિયા છે. આ ઈશ્યૂ સંપૂર્ણ રીતે ફ્રેશ ઈશ્યૂ છે. જેમાં 34 લાખ ઈક્વિટી શેર બહાર પાડવામાં આવશે. ઈશ્યૂમાં OFS નહીં હોય.

રોકાણકારો 2000 શેરોના લોટમાં રૂપિયા લગાવી શકશે. IPOમાં 50 ટકા શેર રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે, જ્યારે બાકી 50 ટકા અન્ય રોકાણકારો માટે છે. 

IPO માટે બીલાઈટ કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ, બુક રનિંગ લીડ મેનેજર છે. જ્યારે બિગ શેર સર્વિસિઝ પ્રાઈવેટ લિમિટેડ રજિસ્ટ્રાર છે.

IPO ક્લોઝ થયા બાદ કંપનીના શેર 11 ડિસેમ્બરના રોજ એનએસઈ પર લિસ્ટ થઈ શકે છે.

રિપોર્ટ અનુસાર, ગ્રે માર્કેટમાં કંપનીના શેર 12 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે.

MORE  NEWS...

IPO સબ્સક્રિપ્શન વખતે અપનાવો આ 5 ખાસ ટ્રિક, 99% તમારા નામે એલોટ થઈ જશે શેર

G Pay યૂઝર્સના એકાઉન્ટ સફાચટ કરી રહ્યું છે આ App, તમારા ફોનમાં હોય તો તરત જ ડીલિટ કરી દેજો

ઠંડીમાં કાર કે બાઈક શરૂ કરતા પહેલા આટલું કરો, માખણ જેમ કામ કરશે એન્જિન સહિતના અન્ય પાર્ટ્સ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.