ઉલ્કાપિંડ નહીં આ કારણે વિલુપ્ત થયા હતાં ડાયનાસોર!

ડાયનાસોરની ગણતરી વિશ્વના સૌથી મોટા પ્રાણીઓમાં થાય છે.

એવું માનવામાં આવે છે કે ડાયનાસોર લાખો વર્ષો પહેલા ઉલ્કાના કારણે લુપ્ત થઈ ગયા હતા.

પરંતુ, તે દરમિયાન ડાયનાસોરના અંતને લઈને એક નવી થિયરી સામે આવી છે.

વૈજ્ઞાનિકોના મતે ઉલ્કાના કારણે ડાયનાસોરનું અસ્તિત્વ ખતમ નથી થયું.

વિશાળ જ્વાળામુખી ફાટવાને કારણે ડાયનાસોર વિશ્વમાંથી લુપ્ત થઈ ગયા.

આ દાવો ડાર્ટમાઉથ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યો છે.

તેમના મતે ડેક્કન ટ્રેપ નામના જ્વાળામુખીમાંથી નીકળતો ઝેરી ગેસ મુખ્ય કારણ હતું.

જણાવી દઈએ કે ડેક્કન ટ્રેપ ભારતમાં સ્થિત એક મોટો જ્વાળામુખી પ્રાંત છે.

લગભગ 66 મિલિયન વર્ષો પહેલા અહીં એક વિશાળ જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો.