આ રીતે ઘરે જ બનાવો દુકાન જેવી સ્વાદિષ્ટ જલેબી

જલેબી બનાવવા માટે તમારે એક કપ મેંદાનો લોટ, બેકિંગ પાવડર- 1/3 ચમચી, ખાટુ દહીં- 1/3 કપ કેસરી રંગની જરૂર પડશે.

ચાસણી માટે 1/2 કપ ખાંડ, 1/4 કપ + 2 ટેબલસ્પૂન પાણી, 1 ટીસ્પૂન લીંબુ નો રસ, એક ચપટી એલચીનો પાઉડર, 5-7 કેસરના તાંતણા વૈકલ્પિક

લોટ અને બેકિંગ પાવડરને સારી રીતે મિક્સ કરો. હવે તેમાં ખાટું દહીં અને પાણી ઉમેરીને મિશ્રણ બનાવો.

આ મિશ્રણને વધારે પાતળું ન કરો. થોડી માત્રામાં કેસર રંગ મિક્સ કરો.

હવે એક પેનમાં દોઢ કપ ખાંડ અને એક કપ પાણી મિક્સ કરીને ખાંડની ચાસણી બનાવો.

ખાંડ ઉકળે એટલે તેમાં ત્રણ ચમચી દૂધ ઉમેરો. પછી ઈલાયચી અને થોડું કેસર નાખી ઘટ્ટ ચાસણી બનાવો.

હવે તેલ ગરમ થાય એટલે જલેબીને તેલમાં નાંખો. તળાઈ જાય એટલે ખાંડની ચાસણીમાં નાખો. પાંચ મિનિટ રહેવા દો અને બહાર કાઢો.