Mutual Funds માં તમે બાળકોના નામથી સરળતાથી રોકાણ કરી શકો છો.

આ તમને બાળકોના શિક્ષણ અને લગ્ન જેવા મોટા ખર્ચાઓને પહોંચી વળવામાં મદદ કરશે.

Mutual Funds ની ખાસ વાત એ છે કે તેના દ્વારા તમે સમય આપ્યા વગર સરળતાથી માર્કેટમાં રોકાણ કરી શકો છો.

બાળકોના નામે Mutual Funds માં રોકાણ ઑફલાઇન અને ઑનલાઇન મોડ દ્વારા સરળતાથી કરી શકાય છે.

Mutual Fund માં ખાતું ખોલાવતી વખતે, તમારે બાળકોનું જન્મ પ્રમાણપત્ર, માતાપિતા અથવા વાલી હોવાનો પુરાવો અને સરનામાં પ્રમાણપત્રની જરૂર પડે છે.

ત્યાર બાદ બાળક અને વાલીના KYC થયા પછી, તમે સરળતાથી ખાતું ખોલી શકો છો.

ત્યાર બાદ તમારે Mutual Fund સ્કીમ પસંદ કરવાની રહેશે.

પસંદગી કરતી વખતે હંમેશા તમારી જોખમ પ્રોફાઇલ, સમયગાળો અને ફંડના પ્રકારને ધ્યાનમાં રાખો.

ઈનકમ ટેક્સની ધારા 64 ના મુજબ, જો બાળકની 18 વર્ષ પૂર્ણ કરવા પર Mutual Fund ના વેચાણથી કેપિટલ ગેન થાય છે.

તો તેને માતાપિતા અથવા વાલીની આવકમાં ઉમેરવામાં આવશે અને જેમ જેમ બાળક 18 વર્ષથી વધારેનું થાય છે તો તેણે Mutual Funds માંથી  થવા વાળી આવક પર ટેક્સ ચૂકવવો પડશે.

જો તમે બાળકોના નામે રોકાણ કરો છો, તો Mutual Fund ના વેચાણ પરના પૈસા ફક્ત બાળકના બેંક ખાતામાં જ જમા થશે.