15 એક્સપર્ટે આપી સલાહ, ઘોડા જેમ ભાગશે જાણીતો શેર

વર્ષ 2023માં સરકારી વીમા કંપની LICનો શેર પોઝિટિવ વલણ દર્શાવી રહ્યો છે. 

ગત એક મહિનામાં લગભગ 29%નો વધારો થયા બાદ LICનો શેર હવે અત્યાર સુધીના રિટર્નની દ્રષ્ટિએ પોઝિટિવ ઝોનમાં પાછો ફર્યો છે. 

આ વર્ષના મોટાભાગના સમયમાં LICનો શેર આ જ રેન્જમાં ટ્રેડ થયો છે. જણાવી દઈએ કે, 20 માર્ચે આ શેર 530 રૂપિયાના સ્તરે 52 સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યો હતો.

MORE  NEWS...

નપુંસકતા દૂર કરતા આ પાકની ખેતી તમને બનાવશે માલામાલ, 3 વીઘા જમીનમાં 6 મહિનામાં લખપતિ બની જશો

RBIએ કેન્સલ કર્યું આ બેંકનું લાયસન્સ, એકાઉન્ટમાંથી જમા રકમ નહીં ઉપાડી શકે ખાતાધારકો

EV અને CNG છોડીને આ કાર ખરીદવા ગાંડાતૂર બન્યા છે લોકો, માઈલેજ જાણીને તમારું પણ મન બદલાઈ જશે

મે, 2022માં શેરના લિસ્ટિંગ પછી આ શેરમાં 24 નવેમ્બરના રોજ તેમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી.

LICના ચેરમેન સિદ્ધાર્થ મોહંતીએ ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યું હતું કે, તેમને આશા છે કે કંપની વર્ષ 2024માં ન્યુ બિઝનેસ પ્રીમિયમમાં 10%થી વધુ ગ્રોથ હાંસલ કરી શકશે.

LICના શેરમાં 24 નવેમ્બરે 10%ના વધારા પછી LICની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 4 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું હતું. હાલ તે 4.54 લાખ કરોડ રૂપિયા છે.

ડોમેસ્ટિક બ્રોકરેજ ફર્મ કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝે 4 ડિસેમ્બરના રોજ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, નોન-પાર પ્રોડક્ટ જીવન ઉત્સવના કારણે આ શેરમાં એક સપ્તાહમાં લગભગ 10%નો વધારો જોવા મળ્યો છે.

કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝે (Kotak Institutional Equities) સ્ટોક પર ‘બાય’ રેટિંગ સાથે 1,040 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે.

આ ઉપરાંત અન્ય બ્રોકરેજ ફર્મ સીટી (Citi) એ આ સ્ટોકની IPO પ્રાઇસ કરતાં ઊંચો ટાર્ગેટ રાખ્યો છે. સિટીએ આ સ્ટોક પર શેર દીઠ 1,045 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. 

LICને ટ્રેક કરતા 19 એનાલિસ્ટ્સમાંથી 15 એનાલિસ્ટ્સે આ શેરને ‘બાય’ રેટિંગ આપ્યું છે, જ્યારે 3 એનાલિસ્ટ્સે ‘હોલ્ડ’ રેટિંગ અને એક એનાલિસ્ટ ‘સેલ’ રેટિંગ આપ્યું છે.

MORE  NEWS...

15 દિવસમાં કમાણી કરાવવાનો દમ રાખે છે આ 2 શેર, એક્સપર્ટે કહ્યું- વિચાર્યા વગર જલ્દીથી રોકાણ કરી દો

Paytmનો ઉપયોગ કરતા લોકો માટે ખુશખબરી, હવે એપ્લિકેશનમાં મળશે આ જોરદાર સુવિધા

જાન્યુઆરી 2024થી વધી જશે ટાટાની કારોના ભાવ, સમય વ્યર્થ કર્યા વિના ડિસેમ્બર સુધીમાં ખરીદી લેજો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.