જલ્દી અમીર બનવા માટે ક્યાં અને કેટલા રૂપિયા લગાવવા?

દરેક વ્યક્તિ અમીર બનવા માંગે છે. પરંતુ એવામાં સૌથી મોટો સવાલ તે ઊભો થાય છે કે, જલ્દી અમીર બનવા માટે ક્યાં અને કેટલા રૂપિયા લગાવવા? આજના સમયમાં રોકાણના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. 

ક્યાં લગાવવા રૂપિયા?- શું તમે જાણો છો કે, અમીર લોકો સૌથી વધારે ત્યાં રોકાણ કરે છે. મકાન, ઈક્વિટી, કોમર્શિયલ પ્રોપર્ટી, બોન્ડ્સ કે પછી ગોલ્ડ માં!

50 ટકા હિસ્સો મકાનમાં- નાઈટ ફ્રેન્કની 2023ની વેલ્થ રિપોર્ટ પ્રમાણે, અમીર લોકો વેલ્થનો 50 ટકા હિસ્સો મકાન અને ઈક્વિટી ખરીદવામાં રોકાણ કરે છે. 

MORE  NEWS...

નપુંસકતા દૂર કરતા આ પાકની ખેતી તમને બનાવશે માલામાલ, 3 વીઘા જમીનમાં 6 મહિનામાં લખપતિ બની જશો

RBIએ કેન્સલ કર્યું આ બેંકનું લાયસન્સ, એકાઉન્ટમાંથી જમા રકમ નહીં ઉપાડી શકે ખાતાધારકો

EV અને CNG છોડીને આ કાર ખરીદવા ગાંડાતૂર બન્યા છે લોકો, માઈલેજ જાણીને તમારું પણ મન બદલાઈ જશે

રિપોર્ટ પ્રમાણે, અમીર તેમની કુલ વેલ્થનો 32 ટકા હિસ્સો મકાન ખરીદવામાં લગાવે છે. તેમની પાસે સરેરાશ 3.7 મકાન છે. 

રિપોર્ટ પ્રમાણે,  UNHWIની કેટેગરીમાં આવનારા લોકો તેમની કુલ વેલ્યૂના 18 ટકા ઈક્વિટી એટલે કે શેરબજારમાં રોકાણ કરે છે. આ રીતે તેઓ 14 ટકા વેલ્થ કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદવામાં લગાવે છે. 

બોન્ડમાં રોકાણ- આ કેટેગરીના લોકોએ તેમની 12 ટકા બોન્ડ્સમાં રોકાણ કરીને રાખી છે. તેઓ તેમની વેલ્થનો 6 ટકા હિસ્સો પ્રાઈવેટ ઈક્વિટીમાં લગાવે છે. આ રીતે તેઓ તેમની કુલ સંપત્તિનો પાંચ ટકા હિસ્સો કોમર્શિયલ પ્રોપર્ટી ફંડમાં લગાવે છે. 

સોનામાં રોકાણ- ગોલ્ડને રોકાણનું સૌથી સુરક્ષિત માધ્યમ માનવામાં આવે છે. પરંતુ રસપ્રદ વાત તો એ છે કે, અમીરો તેમની વેલ્થના માત્ર 2 ટકા જ સોનામાં રોકે છે. આ રીતે ક્રિપ્ટો કરન્સીમાં તેમની વેલ્થના 1 ટકા રોકાણ છે. 

MORE  NEWS...

15 દિવસમાં કમાણી કરાવવાનો દમ રાખે છે આ 2 શેર, એક્સપર્ટે કહ્યું- વિચાર્યા વગર જલ્દીથી રોકાણ કરી દો

Paytmનો ઉપયોગ કરતા લોકો માટે ખુશખબરી, હવે એપ્લિકેશનમાં મળશે આ જોરદાર સુવિધા

જાન્યુઆરી 2024થી વધી જશે ટાટાની કારોના ભાવ, સમય વ્યર્થ કર્યા વિના ડિસેમ્બર સુધીમાં ખરીદી લેજો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.