ક્યારેય નહીં થાય ધનહાનિ, ગાંઠ બાંધી લો ચાણક્યની આ 3 વાત

આચાર્ય ચાણક્યને ભારતના સૌથી મહાન વિદ્વાન કહેવામાં આવે છે. 

ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમાં જીવનને વ્યવસ્થિત બનાવવાની રીતો જણાવી છે.

આ નીતિ શાસ્ત્રમાં લખ્યું છે કે, વ્યક્તિને જીવનમાં શું કરવું જોઇએ અને શું નહીં.

MORE  NEWS...

ભૌમવતી અમાવસ્યા: વર્ષ 2023ની અંતિમ અમાસ પર આ ઉપાયથી પિતૃદોષ થશે દૂર

50 વર્ષ બાદ મકરમાં સૂર્ય અને મંગળની યુતિ, આ રાશિનો થશે ભાગ્યોદય

ચાલો તમને જણાવીએ ચાણક્યએ તેમાં આવક, રોકાણ, ખર્ચ કે ધનને લઇને શું કહ્યું છે. 

ચાણક્ય કહે છે કે, ધનનો સંતુલિત માત્રામાં ખર્ચ કરવો જ ધનની રક્ષા છે. પરંતુ તેનો સમયાંતરે ખર્ચ કરવો પણ જરૂરી છે.

જે રીતે પાત્રમાં ભરેલુ જળ પ્રયોગ ન કરવાથી ખરાબ થઇ જાય છે. તેવી જ રીતે યોગ્ય સમયે ધન પ્રયોગ ન કરવાથી તેની કિંમત નથી રહેતી.

ચાણક્ય કહે છે કે, ધનનું સારા કાર્યોમાં રોકાણકરવું જોઇએ. દાન, દક્ષિણા, કર્મકાંડ, યજ્ઞ, હવન વગેરે કાર્યોમાં ધન ખર્ચ કરવું જોઇએ. 

કારણ વિના ધનનો સંચન કરવાનો કોઇ અર્થ નથી. તમારા ધનને ધાર્મિક કાર્યોમાં વાપરો. તેનાથી તમારા સુકર્મં વધશે અને ભાગ્યનું નિર્માણ થશે. 

ચાણક્યએ પૈસાની તુલના જળ સાથે કરતાં કહ્યું કે, જે રીતે તળાવનું પાણી પ્રયોગ ન થવાથી તેમાં લીલ જામી જાય છે. દુર્ગંધ આવવા લાગે છે. 

તેવી જ રીતે મૂકી રાખેલા ધનના પણ આવા જ હાલ થાય છે. સમયે કામ ન આવતા ધનને તમારી પાસે રાખવાનું કોઇ મહત્ત્વ નથી.

MORE  NEWS...

ભૌમવતી અમાવસ્યા: વર્ષ 2023ની અંતિમ અમાસ પર આ ઉપાયથી પિતૃદોષ થશે દૂર

50 વર્ષ બાદ મકરમાં સૂર્ય અને મંગળની યુતિ, આ રાશિનો થશે ભાગ્યોદય