પ્રાઈસ બેન્ડને સ્પર્શી ગયો GMP, Tata tech જેવો બીજો IPO આવશે મેદાનમાં

ગત મહિને 30 નવેમ્બરના રોજ ટાટા ટેકનોલોજીનો આઈપીઓ લિસ્ટ થયો હતો. તેણે પહેલા જ દિવસે 160 ટકાનો નફો કરાવ્યો હતો. 

ઘણા લોકોની ઈચ્છા અધૂરી રહી ગઈ કે, તેમને પણ ટાટા ટેકના શેર એલોટ થયા હોત તો તેઓ ખૂબ રૂપિયા છાપી શકત. કારણ કે, પહેલા જ દિવસે રૂપિયા બમણાં કરનારા આઈપીઓ રોજ-રોજ નથી મળતા. 

જો તમે કોઈ આવા જ IPOની રાહ જોઈ રહ્યા છો, તો તમારે મોતીસન્સ જ્વેલર્સ પર ધ્યાન આપવું જોઈએ. 18 ડિસેમ્બરના રોજ તેનો IPO ઓપન થવાનો છે.

MORE  NEWS...

દરેક શેર પર 500 રૂપિયાનો ફાયદો નક્કી, ભૂલથી પણ આ IPO પર દાવ લગાવવાનું ચૂકતા નહીં

1 શેરના બદલામાં 2 બોનસ શેર આપશે ફાઈનાન્સ કંપની, સ્પ્લિટ થતા 1 શેરના 10 શેર બનશે; ચેક કરો રેકોર્ડ ડેટ

રેલવેમાં GNWL, RLWL અને PQWLનો શું અર્થ? બુકિંગ કરાવો તો કઈ ટિકિટ પહેલા કન્ફર્મ થશે?

જો કે, આ વાતની કોઈ ગેરેન્ટી નથી કે, મોતીસન્સ જ્વેલર્સ પણ ટાટા ટેકની જેમ પહેલા જ દિવસે 160 ટકાનું રિટર્ન આપી દેશે, પરંતુ ગ્રે માર્કેટ પ્રીમિયમના હિસાબથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, સારો નફો મળી શકે છે.

સામાન્ય લોકોના સબ્સક્રિપ્શન માટે તે 18 ડિસેમ્બરના રોજ ખુલશે અને 20 ડિસેમ્બર સુધી બિડ લગાવી શકાશે. 

મોતીસન્સ જ્વેલર્સના આઈપીઓ માટે 52-55 રૂપિયાનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. લોટ સાઈઝ 250 શેરોની છે. તેનો અર્થ છે કે, તમારે ઓછામાં ઓછા 250 કે પછી તેના ગુણાંકમાં બિડ લગાવવી પડશે. 

 21 ડિસેમ્બર સુધી શેર એલોટમેન્ટની શક્યતા છે. આગામી દિવસે એટલે કે શુક્રવાર 22 ડિસેમ્બરના રોજ તે લોકોને રિફંડ મળી જશે, જેમને શેર એલોટ થયા નથી.

IPOwatch.inના અનુસાર, મોતીસન્સ જ્વેલર્સના શેર ગ્રે માર્કેટમાં 55 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. ઉપરી પ્રાઈસ બેન્ડ 55 રૂપિયા છે અને જો 55 રૂપિયાના પ્રીમિયમ પર તે 110 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.

MORE  NEWS...

નપુંસકતા દૂર કરતા આ પાકની ખેતી તમને બનાવશે માલામાલ, 3 વીઘા જમીનમાં 6 મહિનામાં લખપતિ બની જશો

RBIએ કેન્સલ કર્યું આ બેંકનું લાયસન્સ, એકાઉન્ટમાંથી જમા રકમ નહીં ઉપાડી શકે ખાતાધારકો

EV અને CNG છોડીને આ કાર ખરીદવા ગાંડાતૂર બન્યા છે લોકો, માઈલેજ જાણીને તમારું પણ મન બદલાઈ જશે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.