હીટર વગર શિયાળામાં રહેશે ગરમ તમારો રૂમ, આ 3 ટ્રિક અજમાવો

શિયાળાની ઋતુ આવતાની સાથે જ લોકો પોતાના ઘરના રૂમ હીટર બહાર કાઢી લે છે.

રૂમ હીટર લગાવવાથી રૂમમાં ગરમાવો આવે છે, જેની મદદથી અસહ્ય ઠંડી સામે રક્ષણ મળે છે

જો કે, એવી કેટલીક રીતો છે જેના દ્વારા તમે હીટર વગર રૂમને ગરમ રાખી શકો છો.

શિયાળામાં, હવા બારીઓ દ્વારા ઘરમાં પ્રવેશ કરે છે. આ પવનને રોકવા માટે, તમે વિંડોની બાજુઓને પ્લાસ્ટિકથી લપેટી શકો છો.

આમ કરવાથી, ઠંડી હવા તમારા રૂમમાં પ્રવેશ કરશે નહીં અને ત્યાં હંમેશા હૂંફ રહેશે.

બીજી બાજુ, જો બહાર કોઇ દિવસ ભારે તડકો નિકળે તો બારી ખોલી દો, સૂર્યપ્રકાશ આવવાથી રૂમ ગરમ થાય છે અને ભીનાશ પણ ઓછી થાય છે.

ઠંડીને રૂમમાં આવતી અટકાવવા માટે ઘરની બારીઓ અને દરવાજા પર ભારે અને ઘેરા રંગના પડદાનો ઉપયોગ કરો.

જાડા પડદા બહારથી આવતી ઠંડી હવાને રોકવાનું કામ કરે છે, જ્યારે ઘેરા રંગના પડદા રૂમને ગરમ રાખવામાં મદદરૂપ થાય છે.

જો તમે સૂતી વખતે પથારીને ગરમ રાખવા માંગો છો, તો તમે પલંગ પર ગરમ પાણીની બેગ પણ રાખી શકો છો. તેનાથી બેડ ગરમ રહેશે.