સોનાના આભૂષણો રહેશે સુરક્ષિત, ફક્ત આ 5 ટીપ્સને કરો ફોલો
રોકાણ માટે માત્ર સોનાના દાગીના ખરીદવા જ મહત્વપૂર્ણ નથી, તેને સુરક્ષિત રાખવું પણ મહત્વપૂર્ણ છે. આ તમને મોટા નુકસાનથી બચાવે છે. આ 5 ટિપ્સ તમારા માટે ઉપયોગી થશે.
તમારા સોનાના આભૂષણોને સમય-સમય પર સર્વિસ કરાવો અને સાફ કરો. આ તેની ચમક જાળવી રાખે છે. જાળવણી ખર્ચ પણ ઘણો ઓછો છે, 10થી 20 રૂપિયા પ્રતિ ગ્રામ આવતો હોય છે.
જો તમારી જ્વેલરી લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાતી નથી, તો તેને બોક્સ અથવા પાઉચમાં રાખો. આ સાથે, ઘસારો અને ટુટ-ફુટથી થતા નુકસાનને ટાળી શકાય છે.
જ્વેલરી બિલ સુરક્ષિત રીતે રાખો. જો શક્ય હોય તો, તેને જ્વેલરી બોક્સ અથવા પાઉચમાં રાખો. આના કારણે, જો જરૂર પડશે તો સોનાની સાચી કિંમત શોધવામાં તમારો સમય બચશે.
જો તમારી સોનાની જ્વેલરીમાં કિંમતી પત્થરો કે હીરા કે મોતી છે. તો તેઓ સમય સાથે ઢીલા પડી જાય છે. તેથી, સમય સમય પર તેને ટાઇટ કરી લો, જેથી કોઈ મોટું નુકસાન ન થાય.
તમે તમારા સોનાના દાગીનાને સુરક્ષિત રાખવા માટે બેન્ક લોકર પણ લઈ શકો છો. તેની કિંમત પણ ઘણી ઓછી છે.