શું સાચે 25 ડિસેમ્બરના રોજ થયો હતો ઈસા મસીહનો જન્મ? જાણો ક્રિસમસના અજાણ્યા તથ્યો

દુનિયાભરમાં ક્રિસમસનો તહેવાર ખુબ ધૂમધામથી ઉજવવામાં આવે છે.

આ દિવસે ચર્ચ અને ઘરોને સુંદર રીતે ઉજવવામાં આવે છે.

પરંતુ, શું તમે જાણો છો કે, ક્રિસમસનો તહેવાર કેવી રીતે શરુ થયો? તો ચાલો જાણીએ...

દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ લોકો ક્રિસમસનો તહેવાર ઉજવે છે.

લોકોનું માનવું છે કે આ દિવસે ઇસા મસીહનો જન્મ થયો હતો, પરંતુ એવું નથી.

ઘણી શોધ પછી પણ ખબર નથી પડી કે ઈસા મસીહનો જન્મ ક્યારે થયો હતો.

ઇતિહાસમાં ક્રિસમસની તારીખ બદલાતી રહી અને અંતે 25 ડિસ્મેબર પસંદ કરવામાં આવી.

આ તારીખની પસંદગી ચોથી સદીના ધર્મગુરુઓ અને ચર્ચના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી.

ત્યારથી આજ સુધી 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસ ઉજવવામાં આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)