1 શેરના બદલામાં 5 બોનસ શેર આપી રહી છે આ કંપની

કેટલીક કંપનીઓના કોર્પોરેટ એક્શનના કારણે શેરોની ભારે માંગ રહી. આવી જ એક કંપની સંદૂર મેગેનીઝ એન્ડ આયરન ઓર્સ લિમિટેડ છે.

કોલ અને માઈનિંગ સેક્ટર સાથે જોડાયેલી આ કંપનીના બોર્ડે 5:1ના રેશિયોમાં બોનસ શએર બહાર પાડવા માટે મંજૂરી આપી છે. 

આ મંજૂરી બાદથી કંપનીના શેર ખરીદવા માટે લૂટ મચાઈ ગઈ. 

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

ગત 5 દિવસમાં કંપનીના શેરોમાં 12 ટકાથી પણ વધારેની તેજી જોવા મળી છે. 

કંપની શેરધારકોને રેકોર્ડ ડેટ મુજબ પ્રત્યેક શેર માટે 5 બોનસ શેર આપશે. જો કે, બોનસ ઈશ્યૂ માટે હજુ સુધી રેકોર્ડ ડેટ બહાર પાડવામાં આવી નથી.

સંદૂર મેનેનીઝ એન્ડ આયરન ઓર્સ લિમિટેડ 30 સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ ફ્રી રિઝર્વમાંથી શેરધારકોને બોનસ શેર આપશે. 

કંપનીની પાસે 1,957 કરોડ રૂપિયાનું ફ્રી રિઝર્વ હતું, જેનો ઉપયોગ બોનસ શેર બહાર પાડવા માટે કરવામાં આવશે.

બોનસ શેર બોર્ડ મંજૂરીની તારીખથી 2 મહિનાની અંદર પાત્ર શેરધારકોને જમા કરી દેવામાં આવશે. 

MORE  NEWS...

દરેક શેર પર 500 રૂપિયાનો ફાયદો નક્કી, ભૂલથી પણ આ IPO પર દાવ લગાવવાનું ચૂકતા નહીં

1 શેરના બદલામાં 2 બોનસ શેર આપશે ફાઈનાન્સ કંપની, સ્પ્લિટ થતા 1 શેરના 10 શેર બનશે; ચેક કરો રેકોર્ડ ડેટ

રેલવેમાં GNWL, RLWL અને PQWLનો શું અર્થ? બુકિંગ કરાવો તો કઈ ટિકિટ પહેલા કન્ફર્મ થશે?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.