ફોનમાં આ 5 મેસેજનો જવાબ ન આપતા, નહીં તો સેકન્ડવારમાં બેંક ખાતું ખાલી થઈ જશે

 તમે જોયું હશે કે, વર્તમાનમાં સ્માર્ટફોન પર ઘણા પ્રકારના મેસેજ આવતા રહે છે, આમાં બેંક ઓફર અને લોન વગેરે પર ઓફરની વાત કહેવામાં આવે છે. 

કેટલાક લોકો તેને અવગણી દે છે, તો કેટલાક લોકો તેને ધ્યાનથી વાંદે છે. તેમજ ઘણા લોકો તેના પર પ્રતિભાવ પણ આપે છે.

જો તમારે બેંક એકાઉન્ટ ફ્રોડથી બચવું હોય તો કેટલાક ખાસ પ્રકારના મેસેજ જોતા જ ડિલીટ કરી દેવા જોઈએ. આજે અમે તમને આવા ટેક્સ્ટ મેસેજ વિશે જણાવી રહ્યા છીએ.

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

પ્રી અપ્રૂવ્ડ લોન- ઘણીવાર તમારા ફોનમાં મેસેજ આવે છે કે, બેંક તરફથી તમને લોન આપવામાં આવી રહી છે અને તેના માટે તમારે દસ્તાવેજ વગેરેની જરૂર નહીં પડે. જો તમને પણ આવો મેસેજ તો તેને અવગણીને તરત જ ડિલીટ કરી દો. 

બેંક ઓફરનો જાળ- તમને એક મેસેજ એવો પણ પ્રાપ્ત થાય છે કે, જેમાં જાણકારી આપવામાં આવે છે કે, તમારે બેંક ખાતું ખોલાવવા પર કે કોઈ સ્કીમ લેવા પર મોટો ફાયદો મળશે. જો તમારી સાથે આવું થઈ રહ્યું હોય તો, તેને અવગણવામાં જ તમારી ભલાઈ છે.

ઈન્સટન્ટ કેશ લોન- તમને બેંક દ્વારા તાત્કાલિક રોકડ લોનની ઓફર કરવામાં આવી રહી છે અને તો તે ચિંતાનો વિષય છે કારણ કે તે જરૂરી નથી કે તમને જે મેસેજ મોકલવામાં આવે છે તે કોઈપણ વેરિફાઈડ માધ્યમથી આવતો હોય. તેની પાછળ કોઈ ષડયંત્ર હોઈ શકે છે.

ઓટીપી શેર કરવાની વાત- જો તમને કોઈ એવો મેસેજ પ્રાપ્ત થાય કે, જેમાં OTP શેર કરવાની વાત કહેવામાં આવી રહી છે, તો આવું કરવાની ભૂલ ન કરો, તેનાથી તમને લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. 

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.