બચત ખાતા પર 8 ટકા વ્યાજ આપી રહી છે આ બેંકો, ચેક કરો લિસ્ટ

સામાન્ય રીતે, બચત ખાતાને વળતરનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવતો નથી કારણ કે નાણાં ઉપાડવાની સ્વતંત્રતાને કારણે બેંકો તેના પર વધુ વ્યાજ ચૂકવતી નથી.

પરંતુ તાજેતરના સમયમાં, ગ્રાહકોને આકર્ષવા માટે, રિઝર્વ બેંક દ્વારા દરોમાં તીવ્ર વધારા સાથે, બેંકો એવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી રહી છે જ્યાં અમુક શરતો સાથે બચત ખાતા પર આ પ્રકારનું વ્યાજ આપવામાં આવે છે.

જો તમે બચત ખાતું ખોલાવવા જઈ રહ્યા છો, તો આ ઑફર્સ પર એક નજર નાખો.

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

DCB Bank- આ બેંકમાં બચત ખાતું ખોલાવવા પર 8 ટકા વ્યાજ મળી શકે છે. બેંકના નિયમો અને શરતો અનુસાર, તમારે ખાતામાં 2500 થી 5000 રૂપિયાની વચ્ચે લઘુત્તમ બેલેન્સ જાળવવું પડશે.

ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક બચત ખાતા પર 7.5 ટકા વ્યાજ ઓફર કરે છે. જો કે, આ વ્યાજ ખાતામાં ચોક્કસ રકમ રાખ્યા પછી જ આપવામાં આવશે.

ફેડરલ બેંક તેના બચત ખાતા પર 7.15 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. આ વ્યાજ મેળવવા માટે તમારે તમારા ખાતામાં મિનિમમ 5000 રૂપિયાનું બેલેન્સ રાખવું પડશે.

DBS બેંક તેના બચત ખાતા પર 7 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. જો કે, ખાતું ખોલાવનાર ગ્રાહકે દર ક્વાર્ટરમાં 10 થી 25 હજાર રૂપિયાનું મિનિમમ બેલેન્સ જાળવી રાખવું પડશે.

AU સ્મોલ ફાઇનાન્સ બેન્ક, ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેન્ક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્ક પણ તેમના બચત ખાતાના ગ્રાહકોને 7 ટકા સુધી વ્યાજ ઓફર કરી રહી છે. 

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.