2023નો છેલ્લો IPO લોન્ચિંગ માટે તૈયાર, દાવ લગાવવનું ન ચૂકી જતા

કે સી એન્ડ ઈન્ફ્રા લિમિટેડનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ગુરુવાર એટલે કે 28 ડિસેમ્બરના રોજ ખુલશે અને આમાં રોકાણકારો 2 જાન્યુઆરી 2024 એટલે કે મંગળવાર સુધી દાવ લગાવી શકશે. 

કંપનીએ આઈપીઓ માટે 51-54 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે.

કે સી એનર્જી એન્ડ ઈન્ફ્રાના આઈપીઓ માટે લોટ સાઈઝ 2,000 શેરની છે. તેના માટે રોકાણકાર મિનિમમ 2,000 શેરો માટે અને તેના ગુણાંકમાં બિડ લગાવી શકે છે.

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

સી એન્ડ ઈન્ફ્રા લિમિટેડના આઈપીઓમાં એન્કર રોકાણકારો 27 ડિસેમ્બરથી બિડ લગાવી શકશે.

આઈપીઓનો 50 ટકા હિસ્સો QIB રોકાણકારો માટે, 15 ટકા હિસ્સો NII માટે અને ઓફરનો અન્ય 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે. 

31 માર્ચ 2023ના રોજ સમાપ્ત નાણાકીય વર્ષ અને 31 માર્ચ 2002ની વચ્ચે કંપનીના રેવન્યૂમાં 22.33 ટકા અને પ્રોફિટ આફ્ટર ટેક્સમાં 77.62 ટકાનો વધારો થયો છે.

chittorgarh.comની સાઈટ અનુસાર, કે સી એનર્જી એન્ડ ઈન્ફ્રાનો આઈપીઓ આજે ગ્રે માર્કેટમાં 35 રૂપિયાના પ્રીમિયમ પર છે. 

જો લિસ્ટિંગ સુધી આ જ ટ્રેન્ડ કાયમ રહ્યો તો આઈપીઓના અપર પ્રાઈસ બેન્ડના હિસાબથી કંપનીના શેર 90 રૂપિયાની આસપાસ લિસ્ટ થઈ શકે છે.

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.