કિંમત 8.29 લાખ... માઇલેજ 25Km! 10 લાખ લોકોએ આ SUV ખરીદી

ભારતીય બજારમાં સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ (SUV)ની માંગ ઝડપથી વધી રહી છે, ખાસ કરીને લોકો કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં વધુ રસ દાખવી રહ્યા છે.

SUV સેલના સંદર્ભમાં, દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ આ નાણાકીય વર્ષમાં ટાટા મોટર્સ અને મહિન્દ્રા જેવી દિગ્ગજ કંપનીઓને પછાડીને નંબર વન સ્થાન મેળવ્યું છે.

જોકે મારુતિ સુઝુકીમાં SUV વાહનોનો પોર્ટફોલિયો બહુ મોટો નથી, પરંતુ કંપનીની પોપ્યુલર SUV Maruti Brezza લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

8 મહિના પહેલા સુધી મારુતિ બ્રેઝાના કુલ 9 લાખ યુનિટ્સ વેચાયા હતા, પરંતુ હવે તે બધાને પાછળ છોડીને 10 લાખ યુનિટનો આંકડો પાર કરી ગયો છે.

હાલ સેલ નો આંકડો 10 લાખના આંકથી માત્ર 3,392 યુનિટ દૂર છે, જે વર્ષનાં પ્રથમ સપ્તાહમાં પાર થઈ જશે.  

વર્ષ 2016માં મારુતિ સુઝુકીએ તેનું ફર્સ્ટ જનરેશન મૉડલ Vitara Brezza નામથી લૉન્ચ કર્યું હતું, ત્યારપછી આ SUVને નામમાંથી 'Vitara' હટાવીને ફરીથી લૉન્ચ કરવામાં આવી હતી.

વર્ષ 2024માં ટાટા નેક્સનને પાછળ છોડીને સૌથી વધુ વેચાતી એસયુવી બની. સરેરાશ, કંપની દર મહિને બ્રેઝાના 13,000 થી 15,000 યુનિટ્સનું સેલ કરી રહી છે.

મારુતિ બ્રેઝા કુલ 4 વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ છે, LXi, VXi, ZXi અને ZXi Plus જેની શરૂઆતની કિંમત રૂ. 8.29 લાખ (એક્સ-શોરૂમ) છે.