આ શ્વાન છે કે સંત, દરરોજ કરે છે ગંગામાં સ્નાન

તમે ઘણીવાર મનુષ્યોને નદીમાં સ્નાન કરતા જોયા હશે.

પરંતુ શું તમે જાણો છો કે, એક શ્વાન છે જે દરરોજ સવારે ગંગામાં સ્નાન કરે છે.

અમે વાત કરી રહ્યા છીએ પટનાના એક શ્વાન વિશે.

જે દરરોજ સવારે પોતાના ગુરુ સાથે ગંગા સ્નાન કરે છે.

લેબ્રાડોર જાતિના આ સ્વિમર ડોગનું નામ ડીજે છે.

ડીજે છેલ્લા 3 વર્ષથી દરરોજ ગંગામાં સ્નાન કરે છે.

ડીજે દરરોજ તરીને નદી પાર કરે છે.

ડીજે પટનાના ગંગા ઘાટની દરેક જગ્યાથી પરિચિત છે.

ઘાટના તમામ લોકો આ કૂતરાને ખૂબ પ્રેમ કરે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું.