Xiaomi SU7 લૉન્ચ થયા પછી પહેલીવાર સ્ટોર્સ પર મળી જોવા, જાણો ક્યારે આવશે ભારત?

સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપની Xiaomiએ હાલમાં જ પોતાની ઇલેક્ટ્રિક સેડાન કાર લોન્ચ કરી છે. તેનું નામ Xiaomi SU7 છે. હવે આ કાર Xiaomi સ્ટોર પર આવી ગઈ છે.

Xiaomiની કારને સૌથી પહેલા બેઇજિંગમાં કંપનીના હેડક્વાર્ટર સ્થિત Xiaomi સ્ટોરમાં શોકેસ કરવામાં આવી હતી. હવે તે ચીનના અન્ય ફ્લેગશિપ સ્ટોર્સમાં પ્રદર્શિત કરવામાં આવશે

આ કાર ભારતમાં ક્યારે આવશે તો આપને જણાવીએ કે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

Xiaomi SU7 કારમાં 101kWh CATL Qilin બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર એક ફુલ ચાર્જમાં 800KMની રેન્જ આપવાની ક્ષમતા ધરાવે છે.

Xiaomi SU7ને ત્રણ કલર વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યું છે, જેમ કે એક્વા બ્લુ, વર્ડન્ટ ગ્રીન અને મિનરલ ગ્રે

Xiaomi એ HyperOS ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી છે, જે Xiaomiના તમામ હાલના ઉપકરણોના આર્કિટેક્ચરને બદલી નાખશે. આનાથી Xiaomiને ખાસ ઈકો સિસ્ટમ બનાવવામાં મદદ મળશે

Xiaomi SU7ને ભાગીદારી હેઠળ તૈયાર કરવામાં આવી છે, આ કાર બેઇજિંગ ઇન્ડસ્ટ્રી હોલ્ડિંગ કંપની લિમિટેડ (BAIC) દ્વારા તૈયાર કરવામાં આવી છે

આ સેડાન કારની લંબાઈ 4997mm છે. તેની પહોળાઈ 1963mm, ઊંચાઈ 1455mm છે. તેનું વ્હીલબેઝ 3000mm છે.