આ સરકારી વેબસાઈટ પરથી ખરીદી શકો છો જૂની કારથી લઈને જમીન 

આ સરકારી વેબસાઈટ પરથી ખરીદી શકો છો જૂની કારથી લઈને જમીન 

ઘણી વખત લોકોને ઈ-ઓક્શન વિશે ચર્ચા કરતા સાંભળ્યા હશે. નોર્મલ હરાજીની જગ્યાએ ઇન્ટરનેટ પર થતી હરાજીને ઇ-ઓક્શન કહેવાય છે

રીલ અને વિડીયો ઘણી વાર જોયા હશે, જેમાં લોકો ઈ-ઓક્શન વિશે જણાવે છે. ખરેખર, સરકાર પોતે ઘણી વસ્તુઓની હરાજી કરે છે.

ઈ-ઓક્શનની સત્તાવાર વેબસાઈટ દ્વારા આ હરાજીમાં ભાગ લઈ શકો છો. આ માટે ઈ-ઓક્શન વેબસાઈટ https://eauction.gov.in/eauction/#/ પર જવું પડશે

અહીં તમામ પ્રકારના વિકલ્પો મળશે. તમને આગામી હરાજી, નવી હરાજી અને અન્ય માહિતી હોમ પેજ પર જ મળશે.

જો તમને અહીં સમજાતું નથી, તો તમે જમણી બાજુના ખૂણે આપેલા ઓપ્શન્સને તપાસી શકો છો અહીં તમને ઘણા વિકલ્પો મળશે

તમે પ્રોડક્ટ પ્રમાણે, સંસ્થા પ્રમાણે અને પ્રાઇઝ પ્રમાણે તમામ ઓપ્શન્સમાં ભાગ લઈ શકો છો.

આ પ્લેટફોર્મ પર તમને સરકારી વાહન, જમીન, જંગલ, વૃક્ષ, ઈલેક્ટ્રોનિક્સ, કૃષિ, ફ્રી પ્લાઝા, મશીનરી, માઈનિંગ અને અન્ય કેટેગરીના ઓપ્શન્સ મળે છે

અહીંથી તમે કોઈપણ પ્રોડક્ટની હરાજીમાં ભાગ લઈ શકો છો. ધ્યાનમાં રાખો કે તમને આના પર નવી પ્રોડક્ટ્સ મળતી નથી