આ ખેલાડીઓએ માતા બન્યા બાદ મેદાન પર મચાવી સનસનાટી 

નાઓમી ઓસાકા જાપાનની ટેનિસ સેન્સેશન એ માતા બન્યા બાદ કોર્ટ પર સફળ વાપસી કરી હતી. તેણે બ્રિસ્બેન ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં જર્મનીની તમરા કોર્પટશ સામે જીત નોંધાવી.

સેરેના વિલિયમ્સ અમેરિકાની દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે પણ માતા બન્યા બાદ જબરદસ્ત વાપસી કરી છે. 2017માં તે ગર્ભવતી થઈ ત્યાં સુધીમાં તેણે 23 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા હતા

સાનિયા મિર્ઝા તે એક પુત્રની માતા છે. માતા બન્યા બાદ તેણે ટેનિસ કોર્ટ પર પણ શાનદાર અંદાજમાં વાપસી કરી હતી. 2020માં હોબાર્ટ ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ જીતી, તેણે 2022માં  નિવૃત્તિ લીધી

શેલી-એન પુત્ર સિયોનને જન્મ આપ્યા બાદ 9 મહિના પછી ટ્રેક પર પાછી આવી અને 2019માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 100 મીટરની રેસ જીતી, માતા બન્યા બાદ જ 100 મીટરમાં 10.67 સેકન્ડનો સમય કાઢીને રેકોર્ડ બનાવ્યો

એલિસન ફેલિક્સ ફેલિક્સે ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં પણ ધૂમ મચાવી હતી અને 4x400 મીટર રિલેમાં ગોલ્ડ અને 400 મીટર સ્પ્રિન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. ઓલિમ્પિકમાં 7 ગોલ્ડ મેડલ જીતનારી તે એકમાત્ર મહિલા ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ છે

બિસ્માહ મરૂફ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને તેના દેશ માટે 200થી વધુ મેચ રમી છે. માત્ર 15 વર્ષની ઉંમરે ભારત સામે ડેબ્યુ કર્યું હતું. 2021માં દીકરી ફાતિમાને જન્મ આપ્યો અને 2022નો વર્લ્ડ કપ રમ્યો

દીપિકા પલ્લીકલ અર્જુન એવોર્ડથી સન્માનિત ભારતની પ્રથમ સ્ક્વોશ ખેલાડી દીપિકા 2021માં જોડિયા બાળકોની માતા બની હતી. માતા બન્યા બાદ તે કોર્ટમાં પરત ફરી અને એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો. તેણે વિશ્વ ચેમ્પિયનશિપમાં મિશ્ર અને મહિલા સુવર્ણ ચંદ્રક જીત્યા