વાઇબ્રન્ટ સમિટમાં લોખંડી બંદોબસ્ત, 7000 જવાનો તૈનાત, 6 લેયરમાં બંદોબસ્ત

ગુજરાતમાં આગામી દિવસોમાં શરૂ થનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ને લઇને લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી છે

ગાંધીનગરમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઇને 7 હજાર જેટલા પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત રહેશે

ઉપરાંત સમિટનું સુપરવિઝન ડ્રૉન મારફતે કરવામાં આવશે

વડાપ્રધાન અને અન્ય દેશના વડા જે સ્થળે જવાના છે, ત્યાં એન્ટી ડ્રૉન સિસ્ટમ કાર્યરત રહેશે

બંદોબસ્તમાં ADGP રેન્કના એક અધિકારી સુપરવિઝન કરશે

6 આઇજી - ડીઆઈજી બંદોબસ્તનો મોરચો સંભાળશે

21 એસપી વાઇબ્રન્ટના બંદોબસ્તમાં ફરજ નિભાવશે. ડીવાયએસપી અને પીઆઈ સહિત 7000 જવાનો તૈનાત રહેશે

મહાત્મા મંદિર, હેલિપેડ, ગિફ્ટ સિટી સહિતની જગ્યાઓ પર પોલીસ ખડેપગે રહેશે.

સમિટમાં 25 દેશ જોડાશે.72 દેશમાંથી 75 હજાર ડેલિગેટ સામેલ થશે

સરકારે 11 દેશમાં રોડ-શો કર્યા છે. વાયબ્રન્ટ સમિટમાં 25 દેશ પાર્ટનર તરીકે જોડાશે.