Ram Mandir   શ્રી રામ પર વિશ્વાસની અનોખી કહાની, આખા શરીર પર લખાવ્યું રામનું નામ

પ્રભુ રામની જન્મભૂમિ અયોધ્યાના મંદિરમાં રામ લલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા આગામી 22 જાન્યુઆરીએ થશે.

500 વર્ષ રાહ જોયા બાદ ભગવાન રામ પોતાના સિંહાસન પર બિરાજમાન થવા જઈ રહ્યા છે.

એવામાં લોકોની ભક્તિ રામ પ્રત્યે અતૂટ વિશ્વાસની અનોખી કહાની સામે આવી રહી છે.

છત્તીસગઢની એક આદિવાસી જનજાતિ પ્રભુ શ્રી રામ પ્રત્યે અતૂટ શ્રદ્ધાને લઇ ચર્ચાનો વિષય બની છે.

છત્તીસગઢમાં એક એવી જનજાતિ રહે છે, જેમને પોતાના આખા શરીર પર 'રામ-રામ' લખાવ્યું છે. 

હાથની હથેળી, માથા, પગના તળવા, અહીં સુધી કે શરીરનો સૌથી નાજુક માનવામાં આવતો ભાગ કાન પર પણ નામ લખાવ્યું છે. 

આ જનજાતિની સૌથી ખાસ વાત એ છે કે તેમને ભગવાનની પૂજા કરવા માટે ન તો મંદિરની જરૂર છે કે ન તો મૂર્તિની જરૂર છે.

તેઓનું કહેવું છે કે ભગવાન રામ દરેક કણમાં હાજર છે. રામ દરેક મનુષ્ય અને જીવમાં વિદ્યમાન છે.

મધ્યકાલીન કાળમાં આ પ્રકારની ભક્તિને નિર્ગુણ ભક્તિ કહેવામાં આવતી હતી.

MORE  NEWS...

આ વર્ષે હોળી પર ચંદ્રગ્રહણનો ઓછાયો,  રાશિઓ પર અસર

મંગળ-શુક્રની યુતિ આ રાશિઓને બનાવશે ધનવાન, પ્રમોશન અને પગાર વધારાના યોગ

વર્ષો બાદ મકરસંક્રાંતિ પર બની રહ્યા દુર્લભ યોગ, આ રાશિઓ માટે સાબિત થશે વરદાન