શું માણસનું સ્થાન લઈ લેશે AI? આનંદ મહિન્દ્રાએ કહી મોટી વાત

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સ વિશે કંઈક એવું કહ્યું છે, જે આ ટૂલના નિર્માતાઓને ગમશે નહીં.

ChatGPT નો ઉપયોગ કર્યા પછી, આનંદ મહિન્દ્રાએ કહ્યું કે તે પ્રભાવશાળી છે, પરંતુ કોઈ માણસનું સ્થાન લઈ શકતું નથી.

બન્યું એવું કે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા તમિલનાડુ વૈશ્વિક રોકાણકારો મીટમાં પહોંચ્યા હતા. આ સમય દરમિયાન, કેટલાક કારણોસર, તેમણે AI ટૂલ ChatGPT નો ઉપયોગ કર્યો.

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

બાદમાં આનંદા મહિન્દ્રાએ તેમના ભાષણ દરમિયાન તેનો ઉપયોગ કર્યા બાદ પોતાનો અનુભવ શેર કર્યો હતો. તેમણે કહ્યું કે, ChatGPT એ તમિલનાડુ વિશે કેટલાક સારા મુદ્દાઓ બનાવ્યા છે, ખાસ કરીને આ રાજ્યના ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે.

આ પછી તેણે કહ્યું, “માનવી જે કરી શકે છે તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ નથી કરી શકતી. હું મારા અનુભવ પરથી આ કહી રહ્યો છું.

તેમણે કહ્યું કે તેઓ ChatGPTનું લેખિત ભાષણ ખૂબ સારી રીતે વાંચી શકે છે, પરંતુ આ ટૂલ માત્ર ડેટાને એકત્ર કરી શકે છે. પરંતુ વ્યક્તિ તમિલનાડુમાં હોવાનો અનુભવ કરીને પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે, જે ChatGPT કરી શકતું નથી. 

એકંદરે, આનંદ મહિન્દ્રાને સમજાયું કે ChatGPT ડેટા એકત્રિત કરવા માટેનું એક સાધન હોઈ શકે છે, પરંતુ તે માનવ અનુભવને ક્યારેય બદલી શકશે નહીં.

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.