આવતીકાલે લોન્ચ થશે મલ્ટીટેક IPO, 50% પ્રીમિયમ પર GMP

ન્યૂ સ્વાન મલ્ટીટેક આઈપીઓ 11 જાન્યુઆરીના રોજ ઓપન થશે. આઈપીઓની સાઈઝ 33.11 કરોડની છે. 

રોકાણકારો 15 જાન્યુઆરી સુધી આ આઈપીઓમાં દાવ લગાવી શકશે

કંપનીએ આઈપીઓ માટે 62-66 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે.

કંપનીએ ઈશ્યૂ માટે 2000 શેરોનો એક લોટ બનાવ્યો છે. એટલે કે એક રિટેલ રોકાણકારે ઓછામાં ઓછા 1,32,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

રિટેલ રોકાણકારો માટે આઈપીઓનો 35 ટકા હિસ્સો આરક્ષિત રાખવામાં આવ્યો છે.

ઈન્વેસ્ટર ગેઈનની રિપોર્ટ અનુસાર, કંપનીના આઈપીઓ આજે 37 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે.

જો લિસ્ટિંગ સુધી આ ટ્રેન્ડ કાયમ રહ્યો તો શેરબજારમાં કંપની પહેલા જ દિવસે રોકાણકારોને 50 ટકા રિટર્ન આપી શકે છે

ઈશ્યૂ અંતર્ગત 16 જાન્યુઆરીના રોજ શેરોનું એલોટમેન્ટ અને 18 જાન્યુઆરીના રોજ લિસ્ટિંગની શક્યતા છે.