4-4 કંપનીઓ આપી રહી છે બોનસ શેર, બહુ જ નજીક છે રેકોર્ડ ડેટ

આગામી 10 દિવસની અંદર 4 કંપનીઓના બોનસ ઈશ્યૂની રેકોર્ડ ડેટ પડી રહી છે. જો તમે કોઈ કંપનીના કોર્પોરેટ એક્શનનો ફાયદો ઉઠાવવા માંગો છો, તો તમારે રેકોર્ડ ડેટ પહેલા શેર હાંસિલ કરવા પડશે.

એવામાં જો તમે આ કંપનીઓના બોનસ ઈશ્યૂનો ફાયદો ઉઠાવવા માંગો છો, તો તમારી પાસે થોડા જ દિવસો બચ્યા છે. 

ડાયવર્સિફાઈડ કોમર્શિયલ સર્વિસ કંપની SBC એક્સપોર્ટ દરેક 2 શેર પર 1 બોનસ શેર આપી રહી છે. તેના માટે 19 જાન્યુઆરી માટેની રેકોર્ડ ડેટ જાહેર કરી છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

ફૂડ પ્રોડક્ટ કંપની ઈન્ટીગ્રા એસેંશિયાએ તેના રોકાણકારોને એક શેર પર 1 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. તેના માટે 11 જાન્યુઆરી 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે.

ન્યૂજેન સોફ્ટવેર ટેકનોલોજીએ પણ 1 શેર પર 1 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. બોનસ ઈશ્યૂ માટે 12 જાન્યુઆરી 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે.

આ ઉપરાંત M K એક્સિમ ઈન્ડિયાએ 2 શેર પર 1 બોનસ શેરની જાહેરાત કરી છે. તેના માટે 17 જાન્યુઆરીને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. 

ધ્યાન રાખો કે, કોઈ એક કોર્પોરેટ એક્શનના આધાર પર જ રોકાણનો નિર્ણય ન લઈ શકાય. ઘણીવાર આવા એક્શનમાં કંપનીના શેરમાં ટૂંકાગાળા માટે હલચલ જોવા મળી શકે છે. 

જો કે, લાંબા ગાળાની વૃદ્ધિ કંપનીના પ્રદર્શન, ભવિષ્યના સંકેત અને શેરના પોતાના સ્તરના આધાર પર નક્કી થાય છે. જો કોઈ શેર અંદાજ પર ખરો ઉતરે છે, તો કોર્પોરેટ એક્શનનો ફાયદો ઉઠાવી શકાય છે.

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.