ધોનીથી લઈને ગંભીર સુધી... IPLમાં આ એક વસ્તુ નથી કરી શક્યા ધુરંધરો

મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં CSKએ 5 વખત IPLનો ખિતાબ જીત્યો છે.

ધોનીએ આઈપીએલમાં 250 મેચ રમી છે પરંતુ તેના નામે કોઈ સદી નથી.

IPLમાં ધોનીના નામે સૌથી વધુ સ્કોર અણનમ 84 રન છે.

ગૌતમ ગંભીરે પોતાની કપ્તાનીમાં બે વખત KKRને ચેમ્પિયન બનાવ્યું છે.

154 મેચ રમી ચૂકેલા ગંભીરનો IPLમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 93 રન છે.

IPLમાં હાર્દિક પંડ્યાનો સર્વશ્રેષ્ઠ સ્કોર 91 રન રહ્યો છે.

રવિન્દ્ર જાડેજા IPLમાં 226 મેચ રમી ચૂક્યો છે પરંતુ તેના નામે એક પણ સદી નથી.

જાડેજાનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર અણનમ 62 રન છે.

શ્રેયસ અય્યરનો IPLનો સર્વશ્રેષ્ઠ સ્કોર 81 રન છે.