Budget 2024: સરકાર અટલ પેન્શનમાં કરી શકે છે વધારો, હાથમાં આવતા પૈસામાં થશે વધારો

PFRDAએ સરકારને પત્ર લખીને રકમ વધારવાની ભલામણ કરી છે

સરકાર અટલ પેન્શન હેઠળ મળતી મહત્તમ રકમ 5000 રૂપિયાથી વધારીને 7,000 રૂપિયા કરી શકે છે.

હાલમાં અટલ પેન્શન યોજનામાં 5.3 કરોડથી વધુ શેરધારકો છે. એટલે કે 5.3 કરોડ લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.

સરકારે વર્ષ 2015-16ના બજેટમાં વૃદ્ધાવસ્થામાં આવકની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અટલ પેન્શન યોજના લાવી હતી

અટલ પેન્શન યોજના હેઠળ, ગ્રાહકોને દર મહિને 1,000થી 5,000 સુધીનું પેન્શન મળે છે. 

કેન્દ્ર સરકાર સબસ્ક્રાઇબરના યોગદાનના 50 ટકા અથવા વાર્ષિક રૂપિયા 1,000, બેમાંથી જે ઓછું હોય તે યોગદાન આપે છે

યોજના હેઠળ 1,000, 2000, 3,000, 4,000 અને 5,000 રૂપિયાનું પેન્શન ઉપલબ્ધ છે. 

રોકાણ પેન્શનની રકમ પર પણ આધાર રાખે છે. અટલ પેન્શન યોજના 18 થી 40 વર્ષની વય વચ્ચેના ભારતના તમામ નાગરિકો માટે છે