1 શેરના બદલામાં મળશે 2 બોનસ શેર, કંપનીએ જાહેર કરી રેકોર્ડ ડેટ

ફાઈનાન્સ સેક્ટર સાથે જોડાયેલી કંપની MAS ફાઈનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડના શેરોમાં 3 ટકાથી વધારેની તેજી નોંધવામાં આવી છે. 

આ શેર બુધવારે 988.15 રૂપિયાના ભાવ સુધી પહોંચી ગયો હતો. આજે 19 જાન્યુઆરીના રોજ કંપનીના શેર 1.05 ટકાની તેજી સાથે 980.65 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. 

મળેલી જાણકારી અનુસાર, કંપનીના બોર્ડે 2:1ના રેશિયોમાં બોનસ ઈશ્યૂના જાહેરાત કરી છે. આ કારણથી બજારની ભારે વેચવાલીની વચ્ચે પણ શેર ડિમાન્ડમાં છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

MAS ફાઈનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડના બોર્ડે 2:1ના રેશિયમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. તેનો અર્થ છે કે, કંપની શેરધારકોને રેકોર્ડ ડેટ પર પ્રત્યેક શેરના બદલામાં 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 2 બોનસ શેર પ્રાપ્ત થશે.

શેરોના આ બોનસ ઈશ્યૂ માટે 22 ફેબ્રુઆરી, 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. 

કંપનીએ કહ્યું કે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બોનસ શેર આપીને શેરધારકોને કંપનીમાં તેમના વફાદારી અને રોકાણ માટે સન્માનિત કરવા માંગે છે.

બોનસ શેર બોર્ડની મંજૂરીની તારીખથી 2 મહિનાની અંદર એટલે કે, 16 માર્ચ, 2024 કે તે પહેલા પાત્ર લોકોના એકાઉન્ટમાં મોકલી દેવામાં આવશે.

ગત 16 જાન્યુઆરીના રોજ શેર 992.05 રૂપિયાના ભાવ સુધી પહોંચ્યા હતા. આ શેરની 52 સપ્તાહની હાઈ પણ છે. 18 એપ્રિલ 2023ના રોજ શેરની કિંમત 630 રૂપિયા સુધી ઘટી ગઈ હતી. આ શેરની 52 સપ્તાહની નીચી સપાટી છે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.