નાના શ્વાન લાંબા સમય સુધી કેમ જીવે છે? જાણો શું કહે છે વિજ્ઞાન

સામાન્ય રીતે શ્વાનની ઉંમર 12 થી 16 વર્ષની હોય છે.

પરંતુ, એવું કહેવાય છે કે મોટા કૂતરા કરતાં નાના કૂતરાનું આયુષ્ય લાંબુ હોય છે.

ઉદાહરણ તરીકે, ગ્રેટ ડેન્સ 8-10 વર્ષ જીવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

પરંતુ, યોર્કશાયર ટેરિયર 16 વર્ષ સુધી જીવી શકે છે.

વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે આવું શા માટે થાય છે.

આ માટે વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ 238 જાતિઓ પર સંશોધન કર્યું હતું.

આ સમય દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે મોટી ઉંમરના શ્વાન ગંભીર રોગો અને ચેપથી પીડાય છે.

જ્યારે નાના શ્વાનમાં આંખના રોગો, લીવરની સમસ્યા અને શ્વાસની તકલીફ જોવા મળી હતી.

આ કારણે, નાના કૂતરા લાંબા સમય સુધી જીવે છે.