પૃથ્વી પર સૌથી ઝેરી પ્રાણી કયું?

ઝેરી પ્રાણીની વાત કરવામાં આવે તો કિંગ કોબરા, વિંછી અને જેલીફીશનું નામ આવે છે.

એક પ્રાણી તેમના કરતા પણ ઝેરી છે, જેના ઝેરનું એક ટીપું આપી શકે છે ખતરનાક મોત.

હાઉ સ્ટફ વર્ક્સના રિપોર્ટ મુજબ, દુનિયાનું સૌથી ઝેરી પ્રાણી સ્નેઈલ છે. 

જેનું નામ જિયોગ્રાફી કોન સ્નેઈલ છે, જેને કૉનસ જિયોગ્રાફસના નામથી પણ ઓળખવામાં આવે છે.

તેના ઝેરમાં 100થી પણ વધુ ટોક્સિન્સનું મિશ્રણ હોય છે, જે તેને શક્તિશાળી બનાવે છે.

આ સમુદ્રનું જીવ છે, જે ઈન્ડો-પેસિફિક ક્લિફ પર રહે છે અને માછલીઓનો શિકાર કરે છે.

આ સ્નેઈલના સંપર્કમાં આવનારા લગભગ 40 મરજીવાઓના મોત થયા છે.

તેના કરડ્યા પછી તાત્કાલિક હોસ્પિટલ ન પહોંચનારા 65% લોકોનું મોત નિશ્ચિત છે.

તેના ઝેર પર કાબૂ મેળવવા માટે કોઈ દવા નથી, તેવું પણ કહેવામાં આવે છે.