25 દિવસમાં ભારે કમાણી કરવી હોય તો આ શેર ખરીદી લો

ભારતીય બજારે માર્કેટ કેપ મામલે હોન્ગ કોન્ગને પછાડતા ચોથું સ્થાન હાંસિલ કરી લીધું છે.

જાન્યુઆરી સિરીઝની વાત કરીએ તો નિફ્ટીએ વર્ષની નબળા શરૂઆતનો ટ્રેન્ડ જાળવી રાખ્યો છે. બુધવારની રિકવરી પછી પણ નિફ્ટી હજુ પણ 21,500ના સ્તરની નીચે છે.

બીજી તરફ, HDFC બેન્કના ખરાબ રિઝલ્ટની અસરમાંથી નિફ્ટી રિકવર થયા બાદ બેન્કિંગ ઇન્ડેક્સ ફરી બેરિશ ઝોનમાં છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર્સના ઇક્વિટી રિસર્ચના સિનિયર એમડી જીગર એસ પટેલે જણાવ્યું છે કે, કયા 3 શેર તમને આગામી બે-ત્રણ અઠવાડિયામાં 21 ટકા સુધીનું રિટર્ન આપી શકે છે.

Greaves Cotton- જીગર પટેલ અનુસાર, તમારે 143 રૂપિયાનો સ્ટોપલોસ સેટ કરવો જોઈએ. જ્યારે તેની ટાર્ગેટ પ્રાઇસ 200 રૂપિયા છે. એટલે કે આગામી બેથી ત્રણ સપ્તાહમાં આ શેર 21 ટકા સુધીનું વળતર આપી શકે છે.

કોચીન શિપયાર્ડ- બીજો સ્ટોક કોચીન શિપયાર્ડ છે.તમારે આ સ્ટોકમાં 815 રૂપિયા પર સ્ટોપ લોસ સેટ કરીને રોકાણ કરવું જોઈએ. જ્યારે તેની ટાર્ગેટ પ્રાઇસ રૂ. 950 છે. એટલે કે આ શેર આગામી બેથી ત્રણ સપ્તાહમાં 9 ટકા સુધીનું વળતર આપી શકે છે. 

આ સ્ટૉકને રૂ. 855-875ના ઝોનમાં રૂ. 950ના ટાર્ગેટ પર ખરીદવાની સલાહ છે. તેમજ ડેલી ક્લોઝિંગના બેસીસ પર સ્ટોપ-લોસ રૂ. 815 પર રાખો.

Tanla Platforms- જીગર પટેલે ત્રીજો સ્ટોક તન્લા પ્લેટફોર્મ્સ સૂચવ્યો છે. આ શેરમાં રોકાણ કરવા માટે રૂ. 1107 પર સ્ટોપ લોસ સેટ કરો. આ સ્ટોકની ટાર્ગેટ પ્રાઇસ રૂ. 1300 છે. એટલે કે આગામી બેથી ત્રણ અઠવાડિયામાં આ શેર 10 ટકા રિટર્ન આપી શકે છે.

છેલ્લા ત્રણ અઠવાડિયાથી આ શેર રૂ. 1,070-1,150ના ઝોનમાં કન્સોલિડેટ થઈ રહ્યો છે. 10 જાન્યુઆરી, 2024ના રોજ આ સ્ટોક આ ઝોનને પાર કરી ગયો હતો, પરિણામે તે વર્તમાન સ્તરે આકર્ષક દેખાય છે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.