આ સ્કૂલમાં હાજરી ભરાતી હોય ત્યારે કોઈ યસ સર કે યસ મેમ નથી કહેતું પણ..

મધ્યપ્રદેશની એક સરકારી સ્કૂલ નિયમોના કારણે ચર્ચામાં છે.

ગામની પ્રાથમિક શાળામાં ગજબ નિયમ રાખવામાં આવ્યો છે.

પ્રાર્થનામાં બાળકો રામચરિતમાનસની ચોપાઈ અને સરસ્વતી વંદના કરે છે.

હાજરી ભરાતી હોય ત્યારે વિદ્યાર્થીઓ જય શ્રી રામ બોલે છે.

આ નિયમ રામલલા અયોધ્યામાં આવ્યા તે પછી લાગુ કરાયો છે.

આ પછી વર્ગમાં ભણવાનું શરુ થાય છે. 

સ્કૂલમાં બાળકો રામના આદર્શ ચરિત્રને રૂચી સાથે સમજી રહ્યા છે.

26મી જાન્યુઆરીએ સાંસ્કૃતિક આયોજનો રામની થીમ પર યોજાશે.

સ્કૂલમાં બાળકોએ જણાવ્યું કે જય શ્રી રામ બોલવાનું સારું લાગે છે.