હોળીના રંગમાં ભંગ પાડશે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ? જાણો

જ્યારે ગ્રહણ થાય છે ત્યારે ખગોળીય અને ધાર્મિક મહત્વ વિશેષ રૂપે માનવામાં આવે છે.

શાસ્ત્રમાં ગ્રહણની ઘટનાને ખૂબ જ ખાસ માનવામાં આવે છે

વર્ષનું પહેલું ગ્રહણ 25 માર્ચે લાગશે જે ચંદ્ર ગ્રહણ હશે.

ફાગણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ 24 માર્ચે રાતે 09.57 મિનિટે શરૂ થશે. 

જેનું સમાપન 25 માર્ચે રાતે 12.32 મિનિટે થશે. 

25 માર્ચે ચંદ્ર ગ્રહણના ઓછાયામાં હોળીને તહેવાર ઉજવવામાં આવશે. 

આ દરમિયાન ચંદ્રમા ફક્ત પૃથ્વીના ઓછાયાના બહારી કિનારાથી પસાર થાય છે. 

જે કારણે તેને પૂર્ણ અથવા આંશિક ગ્રહણની તુલનામાં નરી આંખે જોવુ મુશ્કેલ બની જાય છે. 

આ વર્ષનું ચંદ્ર ગ્રહણ ભારતમાં નહીં દેખાય.