1 શેર પર 1000 રૂપિયા સુધી કમાણી, બજેટ પહેલા કરવું પડશે રોકાણ

આ વર્ષે સામાન્ય ચૂંટણીઓ છે, એટલા માટે 1 ફેબ્રુઆરીના રોજ અંતરિમ બજેટ રજૂ કરવામાં આવશે. 

RIL, ICICI Bank, HDFC Bank અને L&T જેવા દિગ્ગજોએ બજારમાં જોશ ભર્યું છે.

બેંક નિફ્ટી 700 પોઈન્ટના ઉછાળાની સાથે આજે આઉટપરફોર્મ કરી રહ્યો છે. આ વચ્ચે સરકારી કંપનીઓમાં ફરીથી તોફાની તેજી જોવા મળી રહી છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

એવામાં અમારી સહયોગી ચેનલ CNBC-આવાઝ પર બે એક્સપર્ટે એવી પિક્સ વિશે જણાવી છે, જેમાં બજેટ પહેલા ખરીદી કરવા પર બજેટ કે ત્યારબાદ જોરદાર તેજી જોવા મળી શકે છે.

તો આવો જાણીએ, એક્સપર્ટ્સ દ્વારા જણાવવામાં આવેલી બજેટ પિક્સ પર નજર કરીએ.

માનસ જયસ્વાલની બજેટ પિક્સઃ Bajaj Auto- માનસ જયસવાલે બજેટ પિક્સ તરીકે બજાજ ઓટોના શેરને પસંદ કર્યો છે. આ શેરમાં 8,400 રૂપિયાનું લક્ષ્ય હાંસિલ હોઈ શકે છે. તેના માટે 7,190 રૂપિયાનો સ્ટોપલોસ જરૂર લગાવો.

મયૂરેશ જોશીની બજેટ પિક્સઃ Power mech projects- મયૂરેશ જોશીનું કહેવું છે કે, મોટાભાગના બજાર જાણકારોનું માનવું છે કે, સરકાર આ બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કેપિટલ એક્સપેન્ડિચર પર ખર્ચને આગળ પણ યથાવત રાખશે.

મયૂરેશ જોશીએ આગળ કહ્યું કે, Power mech projectsના શેરમાં વર્તમાન સ્તરેથી 20 ટકા અપસાઈડ જોવા મળી શકે છે. જેથી આ શેરમાં 6080 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદી કરવી જોઈએ.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.