બેઝબોલ ક્રિકેટ શું છે? ક્રિકેટ પ્રેમીઓએ ખાસ સમજવું જોઈએ

આજકાલ 'બેઝબોલ ક્રિકેટ'ની ખૂબ ચર્ચા થઈ રહી છે.

બેઝબોલને ક્રિકેટની રમતમાં લઈ આવવાનો શ્રેય ઇંગ્લેન્ડની ટીમને જાય છે.

બેઝબોલ એટલે ટેસ્ટ ક્રિકેટમાં પણ ઝડપથી રન બનાવવા.

ધડાધડ રન બનાવવાની  આ પદ્ધતિ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ  દ્વારા રજૂ કરવામાં આવી હતી.

બ્રેન્ડન મેક્કુલમ કોચ બન્યા પછી ઈંગ્લેન્ડે તેની રમવાની શૈલી બદલી હતી.

મેક્કુલમના નિક નેમ બેજ સાથે બોલ શબ્દને જોડીને બેઝબોલ શબ્દની રચના કરવામાં આવી હતી.

મેક્કુલમના કોચિંગ હેઠળ ઈંગ્લેન્ડ આ ટેકનિકથી ટેસ્ટમાં ખૂબ જ સફળ રહ્યું છે.

ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમી રહી છે.

ભારતને પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.