Green Leaf

10 ઇનિંગ્સમાં 132 રન, છતાં ગિલ પર કેમ મહેરબાન છે કેપ્ટન રોહિત?

વર્લ્ડ કપની સેમીફાઈનલ બાદ શુભમન ગિલનું બેટ ખાસ ચાલ્યું નથી.

ગિલને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવાની માંગ ઉઠી છે.

છેલ્લા અઢી મહિનામાં ગિલ 10 ઇનિંગ્સમાં માત્ર 132 રન જ બનાવી શક્યો છે.

છેલ્લી 10 ઇનિંગ્સમાં શુભમન ગિલનો સર્વશ્રેષ્ઠ સ્કોર 36 રન હતો.

પીટરસને કહ્યું હતું કે- ગિલે નેટ્સમાં દ્રવિડ સાથે સમય પસાર કરવો જોઈએ.

ઈંગ્લેન્ડથી મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયા ટીકાઓનો સામનો કરી રહી છે.

ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને 28 રને હરાવ્યું હતું.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ 2 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે.

અને બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પણ ગિલ મોટો સ્કોર બનાવવામાં સફળ થયો નહોતો.