1 શેર પર મળશે 160 રૂપિયા ડિવિડન્ડ, ચેક કરો રેકોર્ડ ડેટ

પર્સનલ કેર ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કંપની પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હાઈજિન એન્ડ હેલ્થકેરે એક મોટી ભેટની જાહેરાત કરી છે.

મલ્ટીનેશનલ કંપની રોકાણકારોને દરેક શેર પર 160 રૂપિયાનું અતરિમ ડિવિડન્ડ આપી રહી છે.

પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હાઈજીને ડિસેમ્બર 2023 ક્વાટર પરિણામોની જાહેરાતની સાથે ડિવિડન્ડનું પણ અનાઉન્સમેન્ટ કર્યું છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

મે 2017 બાદથી આ કંપની તરફથી આપવામાં આવતું હાઈએસ્ટ ડિવિડન્ડ છે. પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હાઈઝીને મે 2017માં 362 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું.

પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હાઈઝીન તરફથી આપવામાં આવતા અંતરિમ ડિવિડન્ડમાં દરેક શેર પર 60 રૂપિયાનું વન-ટાઈમ સ્પેશિયલ ડિવિડન્ડ પણ સામેલ છે. 

પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હાઈજીને અંતરિમ ડિવિડન્ડ માટે 9 ફેબ્રુઆરી 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. મલ્ટીનેશનલ કંપની 29 ફેબ્રુઆરી 2024 કે તેના પહેલા અંતરિમ ડિવિડન્ડની ચૂકવણી કરી દેશે.

પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હાઈજીનને ડિસેમ્બર 2023 કવાટરમાં 228.9 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે. ગત વર્ષે સમાન ગાળા દરમિયાન કંપનીને 207.4 કરોડ રૂપિયાનો નફો થયો હતો.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.