ભારત સિવાય આ દેશોમાં છે હિન્દી ભાષાનું પ્રભુત્વ 

વિશ્વભરમાં અનેક એવા દેશ છે જ્યાં હિંદી ભાષા પ્રભુત્વ ધરાવે છે, ભલે જે તે દેશની મુખ્ય ભાષા બીજી હોય, પણ હિંદી પણ મોટી સંખ્યામાં લોકો બોલે છે. 

નેપાળ: ભારતના પડોશી દેશ નેપાળમાં, નેપાળીની સાથે મૈથિલી, ભોજપુરી અને હિન્દી ભાષાનું જ્ઞાન ધરાવતા લોકોને સરળતાથી મળી શકે છે

બાંગ્લાદેશ: બાંગ્લાદેશમાં હિન્દી, અંગ્રેજી અને બંગાળી ભાષા બોલતા અને સમજતા લોકોની સારી સંખ્યા છે. 

ફિજી તમને જાણીને નવાઈ લાગશે કે ફિજીમાં પણ એવા લોકો જોવા મળે છે જે હિન્દી ભાષા બોલે છે અને સમજે છે

પાકિસ્તાનમાં અંગ્રેજી અને ઉર્દૂ ઉપરાંત પંજાબી, હિન્દી, પશ્તો અને બલોચી ભાષાઓ પણ બોલવામાં અને સમજવામાં આવે છે.

આ દેશોની મુલાકાત લેવાનું આયોજન કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે પ્રવાસ દરમિયાન તમારે ભાષાને કારણે કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

દક્ષિણ આફ્રિકા જેવા દેશમાં પણ તમને હિન્દી ભાષા સમજતા લોકો મળી શકે છે. 

મોરેશિયસ તમને જણાવી દઈએ કે મોરેશિયસમાં પણ એવા લોકો છે જે હિન્દી ભાષા બોલે છે અને સમજે છે.

અમેરિકામાં હિન્દી ભાષા બોલતા અને સમજતા લોકોની સંખ્યા સતત વધી રહી છે.