ઈશાન કિશન વડોદરામાં?  પંડ્યા બ્રધર્સ સાથે કિરણ મોરે એકડમિમાં લઈ રહ્યો છે ટ્રેનિંગઃ રિપોર્ટ

હવે જ્યારે ઈશાન કિશનના ભવિષ્ય પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે તે વડોદરા પહોંચીને પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો છે!

ઈશાન કિશન વડોદરાની કિરણ મોરે એકેડમીમાં પંડ્યા બ્રધર - હાર્દિક અને કૃણાલ સાથે ટ્રેનિંગ લઈ રહ્યો છેઃ ક્રિકબઝ રિપોર્ટ

કિરણ મોરેએ બાબત સ્વીકારી હોવાનું કહેવાઈ રહ્યું છે પરંતુ તેમણે આનાથી વધુ કંઈ જણાવ્યું નથી કારણ કે તેઓ મુંબઈમાં IPLની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સાથે છે. 

ઈશાન કિશન નવેમ્બર 2023થી ટીમમાં જોવા મળ્યો નથી, તેણે ડિસેમ્બરના મધ્યમાં સાઉથ આફ્રિકાનો પ્રવાસ છોડીને પરત ફર્યો હતો. 

ઈશાન કિશનને ટીમમાં સ્થાન મળી રહ્યું નથી ત્યારે કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે નેશનલ સિલેક્શન માટે ટીમમાં પાર્ટિસિપેશન જરુરી છે. 

તે પોતાની ઘરેલુ ટીમમાં પણ નથી. ઝારખંડની રણજી ટીમ હરિયાણા સામે જમશેદપુરમાં 9 ફેબ્રુઆરીથી રમી રહી છે. 

જો તે સતત ટીમમાંથી બહાર રહે છે તો તેનો BCCI સાથેનો કોન્ટ્રાક્ટ બંધ થઈ શકે છે. હાલ ઈશાન કિશન ગ્રેડ-C કોન્ટ્રાક્ટમાં રમે છે જેના માટે તેને વાર્ષિક 1 કરોડ રૂપિયા મળે છે.

હાલમાં ઈગ્લેન્ડ સામેની વાઈઝેગ ટેસ્ટમાં તક મળી હતી પરંતુ તે નોંધનીય પ્રદર્શન કરી શક્યો નહોતો, આ પછી પણ ઈશાન કિશન ચર્ચામાં આવ્યો હતો. 

અગાઉ ઈશાન કિશનને ટીમમાં સ્થાન મળવાની સંભાવના અંગે પૂછાયું ત્યારે ટીમના કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે, 'હું ઈશાન કિશનના મુદ્દે વધુ મહેનત કરવા માગતો નથી'

કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે હવે ઈશાન કિશને પોતાની તાકાત બતાવીને પોતાનું સ્થાન નિશ્ચિત કરવું જોઈએ.

તેમણે એમ પણ કહ્યું કે, રાહુલ દ્રવિડે હજુ ટુર્નામેન્ટ રમવાનું શરુ કર્યું નથી, જે દર્શાવે છે કે તે પસંદગી થાય તેના માટે તૈયાર નથી. 

હવે જોવાનું એ રહ્યું કે IPL વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન કેવો ઝળકે છે, આ સિઝન માર્ચ અને મે મહિનામાં યોજાશે.