Green Leaf

સચિન તેંડુલકર અને ડોન બ્રેડમેનનો રેકોર્ડ તોડીને આગળ નીકળ્યો વિદેશી ક્રિકેટર

ન્યુઝીલેન્ડના પૂર્વ ટેસ્ટ કેપ્ટન કેન વિલિયમસનના બેટમાંથી આજકાલ આગ ઝરે છે.

કેન વિલિયમસને ટેસ્ટ ક્રિકેટમાં તેની 32મી સદી ફટકારી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં 32મી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે.

કેન વિલિયમસન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 32 સદી ફટકારનાર બેટ્સમેન બન્યો છે.

કેન વિલિયમસને દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો.

કેન વિલિયમસને 172 ઇનિંગ્સમાં તેની 32મી સદી ફટકારીને સ્ટીવ સ્મિથને પાછળ છોડી દીધો.

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથે 174 ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું.

સચિન તેંડુલકરે 179 ઈનિંગ્સ બાદ તેની 32મી ટેસ્ટ સદી ફટકારી હતી.

કેન વિલિયમસને છેલ્લી 12 ટેસ્ટ ઇનિંગ્સમાં 7 સદી ફટકારી છે.