કરોડો ટેક્સપેયર્સ માટે ખુશખબર, 1 લાખ રૂપિયા ટેક્સ થઈ જશે માફ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેઝે એક નિશ્ચિત એમાઉન્ટ સુધીની ટેક્સ માંગને માફ કરવા માટે મોટું પગલું ભર્યું છે. આ વિશે 13 ફેબ્રુઆરીના રોજ આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

સીબીડીટીએ આ વર્ષ બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારમણની જાહેરાત બાદ આદેશ બહાર પાડ્યો છે. 

 નાણામંત્રીએ 1 ફેબ્રુઆરી, 2024ના રોજ એક નિશ્ચિત એમાઉન્ટ અને મુદ્દતની ટેક્સ ડિમાન્ડને માફ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરકારના આ પગલાથી મોટી સંખ્યામાં ટેક્સપેયર્સને રાહત મળશે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ઈનકમ ટેક્સ એક્ટ, 1961 વેલ્થ ટેક્સ એક્ટ-1957 અને ગિફ્ટ ટેક્સ એક્ટ- 1958 હેઠળ બહાર પાડવામાં આવેલા ટેક્સ માંગના મામલે ટેક્સપેયર્સને રાહત આપવામાં આવી છે. 

2015-16 હેઠળ જુદા-જુદા અસેટમેનન્ટ વર્ષ માટે ટેક્સ ડિમાન્ટની મર્યાદા અલગ-અલગ છે. જો કે, દરેક ટેક્સપેયરની માંગ માફી માટે 1,00,000 રૂપિયા સુધીની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આમાં ટીડીએસ અને ટીસીએય ડિમાન્ડ એન્ટ્રી સામેલ નથી.

આ માફી અસેટમેન્ટ યર 2010-11ના દરેક 25,000 રૂપિયા સુધીની માંગના મામલે મળશે. અસેટમેન્ટ વર્ષ 2011-12થી અસેટમેન્ટ વર્ષ 2015-16 દરિમયાન દર 10,000 રૂપિયા સુધીની ટેક્સ ડિમાન્ડને આ માફી મળશે.

તેનો અર્થ છે કે, અસેટમેન્ટ વર્ષ 2010-11 સાથે જોડાયેલી ટેક્સ માંગ માટે મેક્સિમમ 25,000 રૂપિયાની માફી મળશે. આ પ્રકારે અસેટમેન્ટ વર્ષ 2015-16 દરમિયાનની દરેક ટેક્સ માંગની માફી માટે મહત્તમ મર્યાદા 10,000 રૂપિયા હશે. 

ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, આ માફી હેઠળ ટીડીએસ અને ટીસીએસની જોગવાઈ હેઠળ બહાર પાડવામાં આવેલી ટેક્સની માંગણીઓ આ માફી હેઠળ આવરી લેવામાં આવશે નહીં. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.